મહિલા સશક્તિકરણ:બેંગલુરુમાં સૌથી વધુ મહિલા પ્રોફેશનલ અહીં, કારણ કે સૌથી વિમેન ફ્રેન્ડલી શહેર, રહેવા અને ટ્રાવેલની સુવિધા, અહીં કંપનીઓમાં મહિલાઓને સમાન તક

india International Women's Day Special

દેશમાં પ્રોફેશનલ મહિલાઓની ભાગીદારી ભલે નામ માત્રની હોય, પરંતુ બેંગલુરુ આ ક્ષેત્રમાં સૌથી લાંબી સફર કાપી ચૂક્યું છે. સરકારી આંકડા પ્રમાણે, બેંગલુરુ શહેરના વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 39% છે, જે દેશના કોઈ પણ શહેરની તુલનામાં સૌથી વધુ છે. એટલું જ નહીં, હાલમાં જ જાહેર કરાયેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટ 2021માં નોકરી માટે મહિલાઓની સૌથી પસંદગીનું શહેર બેંગલુરુ છે.

ખેર, આ રિપોર્ટના બહાને એ જાણવું રસપ્રદ છે કે, આખરે નોકરી માટે બેંગલુરુ મહિલાઓને કેમ આકર્ષિત કરે છે? ઈન્ડિયા સ્કિલ રિપોર્ટ 2021 તૈયાર કરવામાં મુખ્ય સહયોગી સંસ્થા વ્હીબોક્સના હેડ ઓફ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ શ્વેતા ઝા આ સવાલનો જવાબ આપતા કહે છે કે, તેના અનેક કારણ છે. ખાસ કરીને આ શહેરની કોસ્મોપોલિટન સંસ્કૃતિ. કર્ણાટક એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણનું હબ છે. દેશભરના યુવાનો અને યુવતીઓ અહીં આવે છે. બાદમાં નોકરી કરવાથી લઈને બેંગલુરુ તેમની સ્વાભાવિક અને પહેલી પસંદ બની જાય છે.

સારું ટ્રાન્સપોર્ટેશન, સમાન તકો, ગ્લોબલ એક્સપોઝર, આઈટી સેક્ટરમાં ઓનસાઈટ કામ કરવાની તકો, પ્રાઈવેટ સ્પેસ, સિંગલ અને પ્રોફેશનલ યુવતીઓ માટે યોગ્ય અને સુરક્ષિત સોસાયટીઓમાં રેન્ટ પર ફ્લેટની સુવિધા, જેન્ડર ભેદને લઈને પુરુષોની સમજદારી- આ બધા જ એ કારણો છે જે મહિલાઓને બેંગલુરુ તરફ આકર્ષે છે. આ સિવાય અહીં નોકરીઓમાં વિવિધતા છે અને વિકલ્પોની કોઈ કમી નથી. જનપ્રિયા એન્જિનિયર્સ સિન્ડિકેટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ લિમિટેડના સીઓઓ એન્ડ ગ્રૂપ સીએચઆરઓ નટરાજન કહે છે કે, અહીંનો સમગ્ર કોર્પોરેટ માહોલ જ જેન્ડર ઈન્ક્લુસિવ છે. સામાન્ય રીતે, જેન્ડરને લઈને અહીં ભેદભાવ નથી.

બેંગલુરુની આ વાતો પ્રોફેશનલ મહિલાઓને આકર્ષે છે

  • એનસીઆરબીના મતે, 2019માં દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ 12,902 ગુના નોંધાયા, જ્યારે મુંબઈમાં 6519 અને બેંગલુરુમાં ફક્ત 3486.
  • બેંગલુરુમાં 62%થી વધુ વસતી માઈગ્રન્ટ્સની છે, જેથી અહીંનો માહોલ કોસ્મોપોલિટન છે.
  • બેંગલુરુ સેલરીની રીતે પણ સારું શહેર છે. રેડસ્ટેડ ઈનસાઈટ્સ રેલરી ટ્રેન્ડ્સ રિપોર્ટ 2019ના મતે, બેંગલુરુ નિમ્ન આવક વર્ગ, મધ્મ આવક વર્ગ, ઉચ્ચ આવક વર્ગ બધાને ઊંચી સેલરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *