- હઝીરાથી હઝીરા (હાઇ સી) ટ્રિપ સોમ-બુધ-રવિવારે અને હઝીરાથી દીવ સોમ-બુધ ઊપડશે, ટાઇમિંગ અને બુકિંગની જાહેરાત કરાશે
આજે સુરત (હઝીરા)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ,શિપિંગ અને વોટરવેઝમંત્રી મનસુખ માંડવિયા સાંજે 04.30 કલાકે કરાવશે. જોકે ક્રૂઝ સર્વિસ ક્યારથી શરૂ થશે અને એનો સમય શું હશે એની જાણકારી નજીકના દિવસોમાં આપવામાં આવશે. હઝીરા-દીવની સર્વિસ સાથે ખાસ સુરતીઓ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકે એ માટે હઝીરાથી હઝીરાની હાઇ સી ટ્રિપની પણ શરૂઆત કરવામાં આવશે. સુરત (હઝીરા)-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે. હઝીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13થી 14 કલાકનો સમય લાગશે.

મનોરંજન ડેક
સિંગલ ટ્રિપના ભાડામાં ફૂડનો સમાવેશ
ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વીઆઇપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

વીઆઇપી લોંજ.
ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને બે મુસાફરો વચ્ચે 1000 કોઈન આપવામાં આવશે જે રિફંડેબલ હશે નહિ. આ સાથે હઝીરા-દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં એન્ટ્રી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે. વિઝિટર અને ગેસ્ટ એટલે કે પેસેન્જર માટે અલગ અલગ ક્યુઆર કોડ હશે. ફક્ત ગેસ્ટ જ ક્રૂઝમાં મુસાફરી કરી શકશે. વિઝિટરો ક્રૂઝ ઊપડતાંની સાથે જ ટર્મિનલ છોડવાનું રહેશે.
કેબિનનું 3500 રૂપિયા ભાડું
હઝીરા ટુ દીવ | હઝીરા ટુ હઝીરા | |
શિડ્યૂલ | સોમ, બુધ | સોમ, બુધ, રવિ |
સિંગલ ટ્રિપ | 900 | 900 |
રાઉન્ડ ટ્રિપ | 1700 | – |
કેબિન | 3500 | 3500 |
કેબિન (બે વ્યક્તિ) | 5000 | 5000 |
વીઆઇપી લાઉન્જ | 3000 | 3000 |
ટ્રિપ ટાઇમ | 13 કલાક | 13 કલાક |