PIની પત્ની ગુમ કેસ:કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા, સ્વીટી પટેલનું લોહી છે કે કેમ એ દિશામાં તપાસ

Gujarat
  • છેલ્લા 48 દિવસથી PI એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ છે
  • જિલ્લા પોલીસ ટીમને લોહીના ડાઘા કેમ ન મળ્યા? તપાસ સામે શંકા

એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. હજી સુધી આ કેસમાં કોઈ ખાસ કડી મળી નથી તેમજ સ્વીટીની કોઈ ભાળ મળી નથી. વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ આજે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રહસ્યમય ગુમ પી.આઇ. એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલની તપાસ કરનાર જિલ્લા પોલીસ ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનની બાથરૂમમાંથી લોહીના ડાઘા કેમ ન મળ્યા. જે જિલ્લા પોલીસની તપાસ સામે શંકા ઊપજાવે છે.

લોહીના ડાઘા મળી આવતાં તપાસમાં નવો વળાંક
પી.આઇ. એ.એ. દેસાઈએ ગુરુવારે નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. એ બાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમે ચકચારી સ્વીટી પટેલ પ્રકરણ પરથી પડદો ઊંચકવા બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં આજે પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે.

નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો
હવે આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો છે. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા છે. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી. ચૂડાસમાને સોંપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.

દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં હાડકાં મળ્યાં એ જગ્યાનું પંચનામું કરાયું.
દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં હાડકાં મળ્યાં એ જગ્યાનું પંચનામું કરાયું.

માનવ હાડકાં મળ્યાં હતાં એ જગ્યાનું પંચનામું
ક્રાઇમ બ્રાચની ટીમે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. એ બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું.

સ્વીટી પટેલ કેસમાં આગામી સપ્તાહે FSL રિપોર્ટ આવી શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વીટીના કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ, આ કેસમાં આગામી સપ્તાહે FSLનો રિપોર્ટ આવી જશે, એની સાથે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ઘણી મહત્ત્વની સાબિત થવાની છે. સ્વીટી મિસિંગ કેસ હવે આવનારા ગણતરીના દિવસોમાં નિર્ણાયક તબક્કામાં આવી જશે, જેનાથી આ કેસમાં ખરેખર શું તથ્ય છે? એ મહત્ત્વનું સાબિત થશે. હાલ આ કેસમાં FSLની તપાસ સૌથી મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, સ્વીટીના ગુમ થવાથી લઈને આજ દિન સુધીનો ઘટનાક્રમ પણ પોલીસ માટે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, જેની તપાસ પણ ચાલી રહી છે.

અવાવરૂ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલાં હાડકાં મળ્યાં હતાં.
અવાવરૂ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલાં હાડકાં મળ્યાં હતાં.

ગૃહ રાજ્યમંત્રીએ કેસ ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપવાની જાહેરાત કરી હતી
અગાઉ 5 દિવસ પહેલાં જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 48 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળના અવાવરૂ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યાર બાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યા હતા, જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

સ્વીટીના પૂર્વ પતિની પણ પૂછપરછ કરાઈ
આ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી, જેમાં પોલીસે બંને ક્યારે સંપર્કમાં આવ્યાં અને ક્યારે બંનેના છૂટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યા હતા અને પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યા હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતસે જણાવ્યું હતું કે સ્વીટી પટેલ કેસમાં તેમને હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓ ઓસ્ટ્રેલિયા કે, વિદેશમાં કોઇ સ્થળે ગયા હોવા બાબતે પણ તેમણે ઇનકા કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની જાણકારી મુજબ સ્વીટી પટેલનો પાસપોર્ટ રિન્યુ થયો જ નથી તો તે વિદેશ કઇ રીતે જઇ શકે.

પી.આઇ. એ.એ. દેસાઈએ ગુરુવારે નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો.
પી.આઇ. એ.એ. દેસાઈએ ગુરુવારે નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો

પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના અંશો પોલીસના હાથે લાગ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વ્હોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વ્હોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો
ગુજરાતમાં હાલ ચર્ચામાં આવેલા વડોદરના PI દુનિયાની સૌથી મોટા સાઈન્ટિફિક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. PI દેસાઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં FSL દ્વારા તેમની પર ઇઝરાયેલની ખાસ વસાવાયેલી SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં પહેલાંથી રેકોર્ડિંગ કરેલો ઓડિયો સંભળાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *