કોરોના વિસ્ફોટ:ગુજરાતમાં સતત ઘટતો કોરોનાનો રિકવરી રેટ, કેસ આમ જ વધતા રહેશે તો ગગડીને 10 દિવસમાં 65% થશે

Gujarat
  • નવા વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ રિકવરી રેટ 98.31 હતો
  • 21મી જાન્યુઆરી રિકવરી રેટ 87.58 થઈ ગયો

રાજ્યમાં કોરોનાની સુનામી આવી છે અને કેસનો દાવાનળ ફાટ્યો હોય એવી સ્થિતિ છે. ત્યારે રાજ્યમાં કોરોનાનો રિકવરી પણ સતત ઘટી રહ્યો છે. 20 દિવસમાં 9.80 એટલે કે 10 ટકા જેટલો ઘટાડો થયો છે. 98.31થી ઘટીને 87.58એ ગગડ્યો છે. ત્રીજી લહેરની પીક જ્યારે આવશે ત્યારે રાજ્યમાં દૈનિક 1 લાખ કેસ નોંધાશે એવી નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. ત્યારે આ રિકવરી રેટમાં પણ જંગી ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં એ ઘટીને 65 ટકા થઈ શકે છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજેરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. અગાઉની બે લહેરમાં પણ જે પીક લેવલે જઈને કેસ ઘટ્યા હતા. એનાથી 10 હજાર સુધી વધારે કેસ 20મી જાન્યુઆરીએ નોંધાયા હતા. ત્યારે રિકવરી રેટ પણ સતત ઘટી ગયો છે અને 87.58 થયો છે. નવા વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરીએ રિકવરી રેટ 98.31 હતો,. જેમાં ઘટાડો થઈને 2જીએ 98.22 થયો હતો. 3જીએ 98.09 થયો હતો.

4 જાન્યુ.એ 97ની સપાટી ઘટીને 10 જાન્યુ.એ 95એ પહોંચી ગયો
4 જાન્યુઆરીએ રિકવરી રેટ 97.85 થયો હતો, જેમાં ઘટાડો થઈને 5મીએ 97.49 થયો હતો. ક્રમશઃ એમાં ઘટાડો થયો હતો અને 6ઠ્ઠીએ 97.10 થયો હતો. તો 7મીએ 96.62 ટકા, 8મીએ 96.14 ટકા, 9મીએ 95.59 ટકા અને 10મીએ 95.09 ટકા રિકવરી રેટ થઈ ગયો હતો.

11મી જાન્યુ.એ 94થી 88 સુધીની સપાટી 21મી દરમિયાન ઘટી
11મી જાન્યુઆરીએ રિકવરી રેટ 97.85 થયો હતો, જેમાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો હતો અને 12મીએ 93.92 ટકા, 13મીએ 93.23 ટકા, 14મીએ 92.73 ટકા, 15મીએ 92.39 ટકા, 16મીએ 92.04 ટકા, 17મીએ 91.42 ટકા થયો હતો. 18મીએ 90ની સપાટીથી ઘટીને 90.61 થયો હતો અને 19મીએ 89.67 થયો હતો. 20મી જાન્યુઆરીએ ઘટીને 88.51 થયો હતો. તો 21મી જાન્યુઆરીએ ઘટીને 87.58 થયો છે.

કોરોનાના રિકવરી રેટમાં આમ ઘટાડો થયો

તારીખરિકવરી રેટ
1 જાન્યુ.98.31
2 જાન્યુ.98.22
3 જાન્યુ.98.09
4 જાન્યુ.97.85
5 જાન્યુ.97.49
6 જાન્યુ.97.1
7 જાન્યુ.96.62
8 જાન્યુ.96.14
9 જાન્યુ.95.59
10 જાન્યુ.95.09
11 જાન્યુ.94.59
12 જાન્યુ.93.92
13 જાન્યુ.93.23
14 જાન્યુ.92.73
15 જાન્યુ.92.39
16 જાન્યુ.92.04
17 જાન્યુ.91.42
18 જાન્યુ.90.61
19 જાન્યુ.89.67
20 જાન્યુ.88.51
21 જાન્યુ.87.58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *