- ગુજરાતમાં કોરોનાથી થયેલ મૃત્યુનો આંકડો ૧,૦૦૦ ઉપર થયો છે છતાં સરકાર કોઈ સંવેદના દાખવ્યા વગર #1YearOfModi2 ની ઉજવણી કરવામાં વ્યસ્ત છે.
ગુજરાત: કોરોના વાયરસે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. તેમાં ભારતમાં પણ તાંડવ મચ્યું છે.ગુજરાતમાં પણ કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓનો આંકડો 1000 ને પાર થઈ ગયો છે.
COVID-19 ના કારણે આખી દુનિયામાંથી ઘણાં નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા મહામારીથી જીવ ગુમાવનારા લોકોને ડિજિટલ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સહિતના દરેક આગેવાનોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકોના પરિવાર માટે સંવેદના દર્શાવી હતી
રવિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક ઓફિશિયલ સોશીયલ મીડિયાનો કવર ફોટો બદલીને શ્રદ્ધાંજલી આપતો ફોટો મૂકવામાં આવ્યો હતો જેમાં ‘અત્યંત દુઃખદ’ ની હેડલાઇન સાથે લખવામાં આવ્યું હતું કે , ” કોરોના મહામારીના કારણે આપણા ગુજરાતમાં 1000 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા.પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આવા કપરા સમયમાં દુઃખ સહન કરવાની હિંમત આપે એ જ પ્રાર્થના – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી “
જ્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, #1YearOfModi2 હેશટેગ સાથે કોરોના મૃતકો માટે જાણે કોઈ સંવેદના ન હોય તેમ મોદી સરકારના એક વર્ષની ઉજવણી કરતી હતી.
હવે જોવાનું એ રહ્યું કે સંવેદનશીલ સરકારના દાવા કરતી સરકારમાં ખરેખર કેટલી સંવેદના રહી છે?