- જર્જરિત થઈ ગયેલ રસ્તા અને ખાડા તરફ પ્રશાસનનું ધ્યાન દોરવા માટેની અનોખી રીત.
ગુજરાત: ભાજપના ભ્રષ્ટાચારના પાપે લોકોના સમય, પૈસા, વાહનોને નુકશાન તેમજ જીવ પર જોખમ ઉભું થયું છે અને જનતા પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે
જનતાને છેલ્લા ઘણા વર્ષોથી દરેક ચોમાસામાં કાદવના ભરેલા ખાડા અને ઉબડખાબડ રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે.જનતા જોડેથી કરોડોના ટેક્સ લેવા છતાં જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક સ્તરે તેમજ સોશ્યલ મીડિયા માધ્યમ દ્વારા અનેક વિરોધ પ્રદર્શન તેમજ જનહિત માટે આવેદનપત્રો આપ્યા પછી ગુજરાત કોંગ્રેસ સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રેષ્ઠ ખાડા શોધ પ્રતિયોગિતા યોજવામાં આવેલ છે.

જેમાં વ્યક્તિએ પોતાના વિસ્તારના શ્રેષ્ઠ ખાડા સાથે સેલ્ફી લઇ, સોશીયલ મીડિયા પર તેને હેશટેગ #Selfie_With_ખાડા સાથે પોસ્ટ કરી પ્રથમ 3 વિજેતાને શ્રેષ્ઠ ખાડા શોધ બદલ સમ્માનિત કરવાનું કહેવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ડ #વિકાસ_ખાડા_માં_ગયો પણ ગુજરાતમાં સતત ૮ કલાક સુધી નંબર ૧ ટ્રેન્ડ તરીકે ટ્રેડિંગ માં રહી સોશીયલ મીડિયા પર છવાયો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના ઘણા શીર્ષ નેતાઓએ જનતાને પડતી મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે,
ગામમાં ખાડા,
શહેરમાં ખાડા,
હાઈવે પર ખાડા,
સ્માર્ટ સિટીમાં ખાડા,
30 વર્ષ ના શાસન પછી પણ ખાડા,
જ્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા,
ભાજપના ભ્રષ્ટાચારને કારણે ખાડા.
ખાડા મા તંત્ર
કે
તંત્ર મા ખાડા #વિકાસ_ખાડા_માં_ગયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, સોશીયલ મીડીયા ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી હેમાંગ રાવલ એ જણાવ્યું હતું કે ‘શ્રેષ્ઠ ખાડા શોધ પ્રતિયોગિતા’ માં ખાડા સાથે સેલ્ફી પાડી પોતાના ફોટા સોશીયલ મીડિયામાં અપલોડ કરી સરકાર સુધી જનતાની વાત પહોંચાડવાનો અનોખો પ્રયોગ શરૂ કરી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.