અખિલ ભારતીય માનવાધીકાર નિગરાની સમિતિ ગુજરાત શાખા દ્વારા સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી

Ahmedabad Gujarat

અમદાવાદ:- અખિલ ભારતીય માનવાધીકાર નિગરાની સમિતિ દ્વારા આજરોજ સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી ના ભાગ રૂપે સવારે મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ, વિઠ્ઠલનગર નો ટેકરો, જશોદાનગર, અમદાવાદ ખાતે સંસ્થા ના પ્રમુખ નિલેશભાઈ જોષી ની અધ્યક્ષતા માં અંતેવાસીઓ ને પ્રેમભોજન નું આયોજન કરવામાં આવ્યુ અને કોરોના વોરિયર ને મરણોત્તર સન્માન નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

મુખ્ય મહેમાન તરિકે, જાણીતા શિક્ષણવીદ અને કોમ્પ્યુટર ટેક્નૉલૉજી ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી હેમાંગભાઈ રાવલ ઉપસ્થીત રહી આર.ટી.આઈ કેવી રીતે કરી શકાય, તેમજ કોઈપણ ક્ષેત્રમાં કામગીરી સફળતા પૂર્વક કેમ કરવી? એ વિષયે ખુબજ સરસ સચોટ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરિકે રીટાયર્ડ એ.સી.પી.શ્રી આર સી પાઠક સાહેબે ઘરેલૂ હિંસા અને સમાજ માં થતા ગુન્હાને રોકી તંદુરસ્ત સમાજ વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી .

સંસ્થા ના ગુજરાત રાજય ના પ્રમુખ શ્રી નિલેશભાઈ જોષી ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી દુષ્યંતસિંહ રાજ ગુજરાત ઉપાધ્યક્ષ અને પ્રભારી મહિલા શાખા ગુજરાત ના ઈવા પટેલ, શ્રી અમિતભાઈ ત્રિવેદી, શ્રી ઝુલિનભાઈ કોઠાવાલા, શ્રી રિતેશભાઈ સંઘરાજકા, શ્રી ભાવેશભાઈ કંસારા દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન. હાર્દિ ભટ્ટ અને સૌમિલભાઈ રાવલ દ્વારા પ્રોગ્રામ નું સફળ સંચાલન કરવામાં આવ્યુ હતુ. તમામ પદાધિકારીઓની ઉપસ્થિતી માં માનવ અધિકાર ને આધારિત વિશેષ માહિતી આપવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે દીપાબેન રાજપૂત, દીપતિબેન ભૈરવિયા, દેવીબેન પરમાર શર્મિષ્ટાબેન મેહતા, સરોજબેન ધામલિયા, ઈન્દિરાબેન સોલંકી, પ્રેમીલાબેન પિલ્લાઈ, પુષ્પાબેન ડિકોસ્ટા, પારૂલબેન ગામડિયા મેઘનાબેન મોદી, દીપ્તિબેન ક્રિશ્ચિયન, જેકીનભાઈ ક્રિશ્ચિયન, ટેરેન્સભાઈ મેકવાન, રીતેશભાઈ મોદી, ઓનીલભાઈ ગામડિયા, પીનાકીનભાઈબ્રહ્મભટ્ટ, રુફસભાઈ ક્રિશ્ચિયન, ઉમેશભાઈ જોષી, વિનયભાઈ ઓઝા, દિલીપભાઈ દવે એ વિશેષ ઉપસ્થિત રહીને પ્રસંગ ને દીપાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *