1,65,387કેસ, મૃત્યુઆંક-4,711ઃ ભારત સંક્રમણના કેસમાં એશિયામાં પહેલા અને દુનિયામાં 9માં સ્થાને

india
  • દેશમાં 24 કલાકમાં 7258 દર્દીમાં વધ્યા, 4711 મોત થયા,મહારાષ્ટ્રમાં જ 1981 મોત થયા
  • દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 1024 સંક્રમિત મળ્યા, 13ની મોત થયા, 231 સાજા થયા

નવી દિલ્હી. દેશભરમાં 1,65,387 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 70,920 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 4,711 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ 59,546 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અને 1,982 લોકોના મોત થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં 19,372 સંક્રમિત થયા છે અને 148 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

કોરોના વાઈરસના 10 સૌથી વધારે પ્રભાવિત દેશ

દેશકેટલા સંક્રમિતકેટલા મોતકેટલા સાજા થયા
અમેરિકા17,68,4611,03,3304,98,725
બ્રાઝિલ4,38,812 26,7641,93,181
રશિયા 3,79,0514,1421,50,993
સ્પેન2,84,986 27,1191,96,958
બ્રિટન2,69,12737,837
ઈટલી2,31,73233,1421,50,604
ફ્રાન્સ1,82,91328,59666,584
જર્મની1,82,3138,5551,63,200
તુર્કી1,60,9794,4611,24,369
ભારત1,65,3484,71070,786

અપડેટ્સ

  • દર્દીઓના કેસમાં ભારત દુનિયાના 9માં નંબરે પહોંચી ગયું છે. અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં સૌથી વધારે સંક્રમિત ભારતમાં છે.
  •  તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન વધારવા અંગે વાતચીત કરી હતી. તેમણે 31 મેના રોજ દેશબંધીનો ચોથો તબક્કો ખતમ થયા પહેલા રાજ્યો પાસે સૂચનો માંગ્યા છે. 

રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃ ગુરુવારે 192 નવા કેસ અને 8 લોકોના મોત થયા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 7453 થઈ ગઈ છે. રાજ્યમાં 52માંથી 51 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે. કટનીમાં 9 વર્ષની બાળકી સંક્રમિત મળી આવી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો સંક્રમણથી બચ્યો છે.

 ઈન્દોરના અરવિંદો હોસ્પિટલથી ગુરુવારે મુક્ત 110 લોકોને એક સાથે રજા આપવામાં આવી

મહારાષ્ટ્રઃ ગુરુવારે સંક્રમણના 2598 નવા કેસ સામે આવ્યા હતા, 698 દર્દી સાજા થયા અને 85 મોત થયા છે. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 59 હજાર 546 થઈ ગયા છે. 18 હજાર 616 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 1982 લોકોએ બિમારીથી જીવ ગુમાવ્યા છે.

આ પેઈન્ટિગ મુંબઈના ગુરકુલ આર્ટ શાળાના એક શિક્ષકે બનાવી  છે. જેના દ્વારા તેમણે એવા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજિલ આપી છે, જેમણે કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યો અને પોતાના જીવ જોખમમાં નાંખી મહારાષ્ટ્રામાં રક્ષામાં લાગી ગયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુરુવારે  કોરોનાના 179 દર્દી મળ્યા અને 15 લોકોના મોત થયા હતા. 

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે સંક્રમણના 251 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઝાલાવાડમાં 69, જોધપુરમાં 64, પાલીમાં 32, ભરતપુરમાં 12, કોટામાં 9 અને જયપુરમાં 7 દર્દી મળ્યા હતા. 253 સંક્રમિત સાજા થયા હતા અને 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 33 જિલ્લામાં સુધી પહોંચી ગયો છે. બૂંદી જિલ્લામાં બુધવારે રાતે પહેલી સંક્રમિત દર્દી મળી હતી. 

આ તસવીર ફતેહપુર શેખાવટીની છે. અહીંયા ભીષણ ગરમી અને લોકડાઉન વચ્ચે ડ્યૂટી કરી રહ્યા  પોલીસકર્મી પોતાના અસ્થાયી શેડને પાણી નાંખીને ઠડું કરી રહ્યા છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 149 દર્દીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી ગયામાં 12, નવાદામાં 10, પૂર્ણિયામાં 08, સીવાન, ભાગલપુર અને ખગડિયામાં 5-5, સુપોલમાં 03, ગોપાલગંજમાં 2, જ્યારે ઔરંગાબાદ અને બેગૂસરાયમાં 1-1 દર્દી મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *