કઝાકિસ્તાનના અલ્માટી પ્રાંતમાં રહસ્યમય રીતે 45 ફૂટ ઊંચો બરફનો ટેકરો ઊભરીને બહાર આવી ગયો છે. એને બરફનો જ્વાળામુખી એટલે કે આઈસ વૉલ્કેનો પણ કહેવાય છે. કેગન અને શરગાનકના ગામ વચ્ચે બરફનાં મેદાનોમાં ઊભરેલા આ ટેકરામાંથી સતત પાણી નીકળી રહ્યું છે, જે તરત જ બરફ બની જાય છે. આ કારણસર એની ઊંચાઈ વધી રહી છે. પૂર્વમાં અસ્તાનાના નૂર સુલ્તાનમાં ચાર કલાકના અંતરે હાજર આ કુદરતી અજાયબીને જોવા માટે હાડ થિજાવતી ઠંડીમાં પણ હજારો પ્રવાસીઓ આવે છે. ગયા વર્ષે અમેરિકન લેક મિશિગનમાં પણ આવો જ એક બર્ફીલો ટેકરો બન્યો હતો, પરંતુ એની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી. વિશ્વમાં પહેલીવાર ગરમ પાણીના કારણે બરફનો આટલો ઊંચો ટેકરો બન્યો છે. જમીન નીચે હલચલથી ગરમ પાણી જ્યારે સપાટી પર ફુવારાના રૂપમાં આવે, ત્યારે ઠંડી હવાથી જામી જાય છે. આ દરમિયાન લાવા નીકળવા જેવી પ્રક્રિયા થાય છે અને જ્વાળામુખી પર્વત જેવો બરફનો પર્વત બને છે.

બર્ફીલો જ્વાળામુખી જોયો છે?: ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા, પરિવહન સેવાઓને અસર

World

ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા

ડાર્સી તોફાનથી યુકેના મોટા ભાગના પ્રદેશોને અસર થઈ છે અને મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે, જેને કારણે પરિવહન સેવાઓને અસર પહોંચી. લોકો ડેવિલ્સ ડાઈક ખાતે બર્ફીલા માહોલમાં મોજ માણતા પણ જોવા મળ્યા.

ડાર્સી તોફાનથી યુકેના મોટા ભાગના પ્રદેશોને અસર થઈ છે અને મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે, જેને કારણે પરિવહન સેવાઓને અસર પહોંચી. લોકો ડેવિલ્સ ડાઈક ખાતે બર્ફીલા માહોલમાં મોજ માણતા પણ જોવા મળ્યા.

બેલ્જિયમના એક પાર્કનો નજારો

બેલ્જિયમના એક પાર્કનો નજારો જુઓ. અહીં બરફવર્ષા થયા પછી પાર્કની કોતરણી કરેલા ઝાડપાન પર બરફ છવાઈ જતાં અનોખું જ દૃશ્ય જોવા મળતું હતું.

બેલ્જિયમના એક પાર્કનો નજારો જુઓ. અહીં બરફવર્ષા થયા પછી પાર્કની કોતરણી કરેલા ઝાડપાન પર બરફ છવાઈ જતાં અનોખું જ દૃશ્ય જોવા મળતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *