- વિશ્વમાં 9.5 લાખથી વધારે લોકોના મૃત્યુ, 2.02 કરોડથી વધારે લોકોને સારું થયુ
- અમેરિકામાં 69.25 લાખ લોકો સંક્રમિત, 2 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વમાં સંક્રમિતોનો કુલ આંકડો 3.06 કરોડથી વધારે થઈ ગયો છે. જોકે સારી વાત એ છે કે કોરોનાથી સારું થનારા દર્દીની સંખ્યા 2 કરોડ 23 લાખથી વધારે થઈ ગઈ છે. મહામારીને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 9 લાખ 55 હજારથી વધારે થઈ ગઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.હવે વાત કરીએ વિશ્વમાં આ વાઈરસને લગતી કેટલાક મહત્વના સમાચાર જોઈએ. ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી ચુકી છે.
ફ્રાંસઃ સંક્રમણની બીજી લહેર
ફ્રાંસ સરકાર સમક્ષ નવી સમસ્યા સર્જાઈ છે. ઓગસ્ટમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. પણ હવે ફ્રાંસમાં કોરોનાની બીજી લહેર આવી છે.સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી રહી છે. શુક્રવારે હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એક દિવસમાં 13 હજાર 215 નવા કેસ આવ્યા છે. આ ઉપરાંત મૃત્યુ પામનારો આંકડો 154 રહ્યો છે. અત્યાર સુધીમાં અહીં 31 હજાર 249 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ મહિના બાદ એક દિવસમાં આટલા લોકોના મૃત્યુ થયા છે.
બ્રિટનઃ પ્રધાનમંત્રીનું નિવેદન
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી છે. એટલું જ નહીં વિરોધીઓને જવાબ આપતા PMએ કહ્યું કે સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્કને લઈ કડક નિયંત્રણ લાગૂ કરશે. જોનસને કહ્યું- સ્થિતિને બગડતી અટકાવવા માટે અમારે કડક પગલા ભરવા પડશે. શુક્રવારે દેશમાં કુલ 4332 નવા કેસ સામે આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું- એ વાતને લઈ કોઈ શક નથી કે સંક્રમણની આ બીજી લહેર સામે આવી ચુકી છે. જે સ્થિતિ ફ્રાંસ તથા સ્પેનમાં થઈ રહી છે તે હવે બ્રિટનમાં પણ થઈ રહી છે.

આ ફોટો લંડનના એક બજારમાં બહાર ફરવા નિકળેલા લોકોનો છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસનને સ્વીકાર્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર સામે આવી ગઈ છે
અમેરિકાઃ ટ્રમ્પનો નવો વાયદો
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના માહોલ તથા મહામારીને અલગ કરી શકતા નથી અને હવે તેમનું નવું નિવેદન સામે આવ્યુ છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસની વેક્સીન આગામી વર્ષ એપ્રિલ સુધી દરેક અમેરિકી નાગરિક સુધી પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના ભૂતપુર્વ સલાહકાર રાષ્ટ્રપતિને સલાહ આપી રહ્યા છે કે તે વેક્સીનને લઈ કોઈ જ પ્રકારનું વચન ન આપે. કારણ કે વેક્સીન માટે અમેરિકામાં મંજૂરીની પ્રક્રિયા અન્ય દેશોની તુલનામાં ઘણી કડક હોય છે અને તેને લીધે આ માટે કોઈ તારીખ નક્કી કરી શકાય તેમ નથી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસની વેક્સીન આગામી વર્ષના એપ્રીલ સુધી દરેક અમેરિકી નાગરિક સુધી પહોંચી જશે
ઓસ્ટ્રેલિયાઃ ટ્રાવેલ પરના પ્રતિબંધમાં રાહત
ઓસ્ટ્રેલિયાની સરકારે રાજ્ય સરકારો સાથે મળી નિર્ણય કર્યો છે કે ટ્રાવેલ પરના પ્રતિબંધમાં કેટલીક રાહત આપવામાં આવવો જોઈએ અને આ માટે તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. ન્યૂ સાઉથવેલ્સ, ક્વીસલેન્ડ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નક્કી થયું છે કે આગામી કેટલાક દિવસમાં પ્રતિબંધમાં રાહત આપવામાં આવશે. જોકે, દેશમાં આવતા લોકોને હોટેલોમાં ક્વોરેન્ટીન થવું પડશે. આશરે 4 થી 6 હજાર ઓસ્ટ્રેલિયન નાગરિક પ્રત્યેક સપ્તાહ પરત આવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે વર્તમાન સમયમાં આશરે 60 હજાર ઓસ્ટ્રેલિયન નાગરિક અન્ય દેશોમાં ફસાયેલા છે.

ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની એક હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરવાની તૈયારી કરતો સ્ટાફ
ફિલિપાઈન્સમાં ઈમર્જન્સી લંબાવવામાં આવી
ફિલાપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિંગો દુર્તેતેએ મહામારીને જોતા દેશમાં રાષ્ટ્રીય આપદાના સમયને લંબાવ્યો છે. તે આ વર્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ આગામી વર્ષ 12 સપ્ટેમ્બર સુધી જારી રહેશે. જોકે, અધિકારીઓના મતે જો મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો તેનો સમય ઓછો કરી શકાય છે.