વેક્સિન ટ્રેકર:ભારતે 160 કરોડ કોરોના વેક્સિન ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો; 60% વસ્તી કવર થશે

india
  • ગ્લોબલ એનાલિસિસનો દાવો- વિશ્વભરમાં સૌથી વધુ વેક્સિનનો પ્રી-ઓર્ડર ભારતનો
  • જે બાદ યુરોપિયન સંઘ, અમેરિકા અને અન્ય દેશોના વેક્સિનના પ્રી-ઓર્ડર આવે છે

કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં ચીને 4, રશિયાએ 2 અને UKએ 1 વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપી દીધી છે. ભારતમાં ભલે જ વેક્સિનને એપ્રુવલ ન મળ્યું હોય, પ્રી-ઓર્ડરમાં તેઓ સૌથી આગળ છે. એક ગ્લોબલ એનાલિસિસ મુજબ ભારતે 160 કરોડ ડોઝ સિક્યોર કરી લીધા છે.એક્સપર્ટ કહી રહ્યાં છે કે આ 80 કરોડ લોકોને કવર કરશે એટલે કે આપણાં દેશની 60% વસ્તીને. આ હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે પુરતું છે.

દર બે સપ્તાહે અપડેટ થનારા લોન્ચ એન્ડ સ્કેલ સ્પીડોમીટર એનાલિસિસ મુજબ ભારતે 30 નવેમ્બર સુધી આ ત્રણ વેક્સિનના 160 કરોડ ડોઝ સિક્યોર કરવામાં આવ્યા છે. જ્યારે ભારત પછી યુરોપિયન સંઘના 158 કરોડ અને અમેરિકાના 100 કરોડથી થોડાં વધુ ડોઝ સિક્યોર કરાયા છે. અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટી ગ્લોબલ હેલ્થ ઈનોવેસન સેન્ટર મુજબ ભારતે ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડ વેક્સિનના 50 કરોડ ડોઝ ખરીદવાનો કરાર કર્યો છે. તો, ભારતે અમેરિકી કંપની નોવોવેક્સના 100 કરોડ ડોઝ અને રશિયાના ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્પૂતનિક V વેક્સિનના 10 કરોડ ડોઝ મળવાના છે. ડ્યૂક રિસર્ચર્સે એનાલિસિસમાં કહ્યું કે ભારત અને બ્રાઝીલ જેવી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાવાળા દેશોએ મુખ્ય વેક્સિન કેન્ડિડેટ્સથી મોટી સંખ્યામાં માર્કેટ કમિટમેન્ટ પ્રાપ્ત કર્યા છે. તે પણ આ કેન્ડિડેટ્સના વેક્સિઝ માર્કેટમાં આવે તે પહેલાં જ.

ગરીબ દેશ સંપૂર્ણપણે WHO પર નિર્ભર
ડ્યૂક યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ હાઈ ઈનકમ દેશોએ 380 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે. અપર મિડલ ઈનકમ દેશોએ 82.9 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે અને લોવર મિડલ ઈનકમવાળા દેશોએ 170 કરોડ ડોઝ પ્રાપ્ત કર્યા છે. રિસર્ચર્સનું કહેવું છે કે લો ઈનકમ દેશોએ કોઈ ડાયરેક્ટ ડીલ નથી કરી. એટલે કે 20% વસ્તી સંપૂર્ણપણ કોવેક્સ પર નિર્ભર છે. કોવેક્સ (COVAX) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, કોલિશન ફોર એન્ડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન્સ (CEPI) અને ઈન્ટરનેશનલ વેક્સિન એલાયન્સ ઓર્ગેનાઈઝેશન ગાવીની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સરકારો અને વેક્સિન મેન્યુફેક્ચર્સની સાથે તમામ દેશો માટે કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો છે.

વસ્તીથી પાંચ ગણા સુધી આપવામાં આવ્યો વેક્સિનનો ઓર્ડર
ગ્લોબલ રિસર્ચર્સના એનાલિસિસ મુજબ અનેક દેશોએ પોતાની વસ્તીથી વધુ વેક્સિન માટે પ્રી-ઓર્ડર બુક કરાવ્યા છે. કેનેડાએ પોતાની વસ્તીથી 527% વધુ વેક્સિન બુક કરાવ્યા છે, તો UKએ 288%, ઓસ્ટ્રેલિયાએ 266%, ચિલીએ 223%, યુરોપિયન સંઘે 199%, USAએ 169% અને જાપાને 115% વેક્સિન પ્રી-બુક કરાવી છે. આવું કારણ એ છે કે જો કોઈ વેક્સિન નિષ્ફળ રહી અને એપ્રુવલ સ્ટેજ સુધી ન પહોંચી શકી તો પણ વસ્તી વેક્સિનથી વંચિત ન રહી જાય. તો ભારતમાં 60% વસ્તી સુધી જ વેક્સિન પહોંચશે તેવું દેખાય રહ્યું છે.

વેક્સિન પર માત્ર કેટલાંક સમૃદ્ધ દેશોનો અધિકાર ન હોવો જોઈએ
પબ્લિક હેલ્થના ક્ષેત્રે કામ કરનારા એક્સપર્ટસે વિશ્વભરના લીડર્સને આગ્રહ કર્યો છે કે કોવિડ-19ની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી બીમારીઓ માટે પણ જવાબદારીને સમજવામાં આવે. કે જેથી કોવિડ-19ના ઉપચાર કે વેક્સિનનો અધિકાર માત્ર કેટલાંક પસંદ થયેલા સમૃદ્ધ દેશોની પાસે ન રહી જાય. જ્યોર્જ ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ ઈન ઈન્ડિયાના નેતૃત્વમાં 400 અન્ય ઈન્સ્ટિટ્યૂશન્સે મળીને આ આગ્રહ વેશ્વિક નેતાઓને કર્યો છે. જેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ અને સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પણ સામેલ છે. PGIMS રોહતકમાં એનેસ્થેશિયોલોજી એન્ડ ક્રિટિકલ કેરમાં MD કામના કકક્ડે કહ્યું કે ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ 70% વેક્સિન પર તો સમુદ્ર અને અમીર દેશોએ પોતાનો અધિકાર વ્યક્ત કર્યો છે. દરેક દેશ પોતાની વસ્તી માટે વધુમાં વધુ વેક્સિન મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. એવામાં તે દેશોનું શું થશે, જે વેક્સિન એફોર્ડ નથી કરી શકતા.

હૈદરાબાદ અને દિલ્હી એરપોર્ટ પણ વેક્સિન ટ્રાંસપોર્ટેશન માટે તૈયાર
દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટના એર કાર્ગો સર્વિસિઝ વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હી એરપોર્ટમાં બે કાર્ગો ટર્મિનલ છે. ત્યાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટાઈમ એન્ડ ટેમ્પરેચર-સેન્સેટિવ ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ વેક્સિન માટે ડિસ્ટ્રિબ્યૂશનમાં ખાસ ભૂમિકા ભજવશે. દિલ્હી એરપોર્ટ 1.5 લાખ મેટ્રિક ટન કાર્ગો દર વર્ષે હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં -20 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પેરેચર-કંટ્રોલ્ડ ઝોન છે. GMR હૈદરાબાદ એર કાર્ગો માત્ર દેશ જ નહીં પરંતુ ગ્લોબલ વેક્સિન લોજિસ્ટિક્સમાં વિશેષ સ્થાન ધરાવે છે. હૈદરાબાદ એરપોર્ટના એક પ્રવક્તાએ કહ્યું કે GMR હૈદરાબાદ એર કાર્ગો ભારતનું પહેલું ફાર્મા ઝોન છે જ્યાં GDP- સર્ટિફાઈડ ટેમ્પરેચર કંટ્રોલ્ડ ફેસિલિટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *