- ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઇ પટેલે સૂચના આપવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ કામગીરી ની શરૂઆત કરવામાં આવેલ નથી
- ડેપ્યુટી સીએમ સાહેબની સૂચનાનો અનાદર કરેલ છે તો તાત્કાલિક અમલ કરવા સૂચના આપવા બાબત.
ગુજરાત:- જય ભારત સાથે જણાવવાનું કે ચોમાસા પહેલા રસ્તા, ગટળો તેમજ નાળાની સાફ-સફાઇ તેમજ સમારકામ એટલે કે પ્રિ-મોનસૂન પ્લાનના નામે સરકાર છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રજા પાસેથી લાખો રૂપિયા કર વેઠે વસૂલે છે.
તેમ છતાં એકાદ ઇંચ વરસાદ પડતાં જ શહેરના તેમજ હાઇવે પરનાં રસ્તાઓ પર ખાડા-ભુવા પડી જાય છે, તૂટેલાં રસ્તાઓમાં પાણી ભરાય છે, રોગચારો ફાટી નિકળે છે અને આ કપરી પરિસ્થિતીનો ભોગ જનતાએ જ બનવું પડે છે.

સરકારી અધિકારીઓ પોતાનાં માણસોનાં ટેન્ડર પાસ કરે છે, કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનો સામાન વાપરે છે અને સામાન્ય જનતા રસ્તાના નામે કર ભરીને પણ અધિકારીઓનાં આવાં ભ્રષ્ટાચારમાં હોમાય છે.
જનતા કર ભરે છે તેમ છતાં પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થતી ન હોવાથી તેમનાં માનવ અધિકારનો ભંગ થાય છે. તેમજ હાલમાં જ ડેપ્યુટી સી.એમ. શ્રી નીતિનભાઇ પટેલે સમગ્ર ગુજરાતના રોડ-રસ્તા તાત્કાલિક ધોરણે રિપેર કરવા સૂચના આપેલ છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.

કામગીરી યુધ્ધનાં ધોરણે શરૂ કરવા બાબતે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ગુજરાત પ્રદેશનાં કાર્યકર્તાઓએ વલસાડ, ભરૂચ, વડોદરા, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વેરાવર, સોમનાથ, જામનગર, દ્વારકા, કચ્છ તેમજ સુરતનાં કલેક્ટર શ્રી ઓને રજૂઆત કરી છે.
આપશ્રી ને વિનંતી છે કે આપનાં સમાચારપત્રમાં અમારી આ પ્રેસનોટ પ્રકાશિત કરીને સામાન્ય જનતાનાં માનવાધિકારનું રક્ષણ કરશોજી.
નિલેશ જોષી – પ્રમુખ, ગુજરાત રાજ્ય અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ