શાંતિપૂર્વક રજુઆત કરતા એજ્યુકેશન ફેડરેશનના 1000 થી વધુ સંચાલકોની ગાંધીનગર ખાતે ધરપકડ

Gandhinagar Gujarat
  • આખુ ઇન્ડિયા અનલોક અને  ક્લાસીસ ને તાળુ???
  • ઓનલાઇન માથી ઓફલાઈન માં આવો, બોર્ડના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બચાવો.

                           ફેડરેશન ઓફ એકેડમી એસોસિયેશન(FAA), ગુજરાત ના હોદ્દેદારો વિજયભાઈ મારૂ (પ્રમુખ, FAA ગુજરાત), પ્રકાશભાઈ કરમચંદની (સેક્રેટરી, FAA ગુજરાત), હેમાંગભાઈ રાવલ (મીડિયા હેડ, FAA ગુજરાત) ની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે તારીખ 17 October, 20, શનિવાર ના કોચિંગ ક્લાસ સંચાલકો, શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓના પડતર પ્રશ્નોને વાચા આપવા ગાંધી ચિંધ્યા માર્ગે એક મૌન સચિવાલય ઘેરાવ રેલી નું આયોજન કરેલ છે. જેમાં આપણા બંધારણના ઘડવૈયા શ્રી ભીમરાવસાહેબ આંબેડકરની પ્રતિમાનું ફૂલહારથી સન્માન કરવામાં આવશે.

                      પૂરા ગુજરાતમાં એક લાખથી વધારે નાના-મોટા ક્લાસીસ ચાલતા હતા. જેની સાથે ૧૦ થી ૧૫ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે. હજી પણ, 6-6 મહિના બાદ પણ ક્લાસીસ ચાલુ થતા શિક્ષકોના પરિવારનું  શું? પરિવાર ની  આર્થિક હાલત કફોડી બનતા કેટલાક શિક્ષકોએ તો આત્મહત્યા કરી લીધી છે અને કેટલાક કરવાની કગાર પર છે. આવા શિક્ષકો અને સંચાલકો માટે કોઈ સરકારી રાહત પેકેજ કેમ નહીં? શું શિક્ષકોનો સમાજ ઘડતરમાં બહોળો ફાળો નથી? શિક્ષકોને સંચાલકોને ન્યાય ક્યારે મળશે?

                    ક્લાસીસ સંચાલકો તો પહેલેથી જ આત્મનિર્ભર હતા અને ઘણા શિક્ષકો ને આત્મનિર્ભર બનાવ્યા. વિદ્યાર્થીઓને તો વર્ષોથી તેમણે જ સ્વનિર્ભર કરે જ છે.                             એમને આત્મનિર્ભર રહેવા દો.”   

ગુજરાત સરકારે કોચિંગ ક્લાસ અને સ્કૂલ વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે

  1. ક્લાસીસમાં માત્ર 10-15-20 વિદ્યાર્થીઓ હોય છે (સ્કૂલ ની જેમ 40-60 નહીં) જેથી social distancing શક્ય છે.
  2. અલગ-અલગ વર્ગ અલગઅલગ સમયે આવે છે.
  3. એકસાથે સ્કૂલ ની જેમ 1000-2000 વિદ્યાર્થીઓ આવતા નથી કે હોતા પણ નથી.
  4. ક્લાસીસ માં બાળક પોતાની પસંદથી કંઈક વધારે સારું શીખવા અને ટ્રેનિંગ લેવા આવે છે. જે મરજિયાત છે.( સ્કુલ  માફક ફરજિયાત નથી)

 કોચિંગ ક્લાસીસ 6-6 મહિનાથી બંધ છે તો  ક્લાસીસ સંચાલકો અને શિક્ષકો ગુજરાત સરકાર ને પુછવા માગે છે કે….

  1. અમે ક્લાસીસના અને ઘરના ભાડા ક્યાંથી ભરીશું?
  2. બેંકના હપ્તા નું શું ?
  3. પોતાનું અને સાથે કામ કરતાં શિક્ષકોનું ઘર કેમ ચલાવવું ? પગાર ક્યાંથી કાઢવા ?
  4. ક્લાસીસના ખોલવાથી બેરોજગારી વધશે કે ઘટશે?
  5. ઓનલાઇન ક્લાસીસમાં ધોરણ-10 અને ધોરણ-12 તથા JEE/NEET/CA જેવા મહત્વના વર્ષના વિદ્યાર્થીઓને ખરેખર કેટલું સમજાય છે ?
  6. કોરોના હમણાં કઈ જવાનું નથી. આ મહિને નહીં તો આવતા મહિને ક્લાસીસ ખોલવાના છે,તો મહિને કેમ નહીં ?
  7. આ ભૂલકાઓની વાત નથી પણ જો કિશોરવસ્થાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે બગીચામાં ફરી શકે, રમી શકે, થિયેટર ખૂલવાથી પિક્ચર પણ સાથે જોવા જઈ શકે તો ભણવામાં વાંધો શું?
  8. જેમ બધા વેપાર ધંધા વ્યવસાય ખુલી ગયા, મંદિર ,મસ્જિદ ,ચર્ચ ,સ્વિમિંગ પૂલ, થિયેટર, તો ક્લાસીસ કેમ નહીં?
  9. મોટાભાગના વિદ્યાર્થીઓ એવરેજ (મધ્યમ) તથા નબળા હોય છે, જેમનો માત્ર ક્લાસીસમાં સામે ભણવાથી ઉદ્ધાર થશે.

         બાળકો છ- છ મહિનાથી મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરે છે. ઓનલાઇન ભણવામાં ફાયદાથી ઘણા વધારે ગેરફાયદાઓ છે. બાળકોને પૂછતા બાળકો જ કહે છે કે “online માં એટલી મજા નથી આવતી ,નથી સમજાતું “વિગેરે

# Online થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકાર તરફ  ધકેલાઈ છે.

# ગામડામાં તો ઠીક શહેરમાં પણ ઇન્ટરનેટ કનેકટીવિટી ની સમસ્યાઓ એટલી હદે થાય છે કે  વિદ્યાર્થીઓની માનસિક હાલત કફોડી બને છે.

# ઓફલાઈન classes કરી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તે જોવું રહ્યું.

# જો હવે બધુ ઓનલાઇન રાખવું છે તો પછી પૂરક પરીક્ષાના 8% જેવા પરિણામોની પણ તૈયારી રાખશો.

             અમે સરકાર શ્રી સાથે ચાલવા વાળો સમાજ છીએ.પણ સરકારશ્રી ઉપરના બધા જ પ્રશ્નોના જવાબ આપવા, FAA, Gujarat નમ્ર વિનંતી અને અપીલ કરે છે.

             “મૌન રેલીનો અવાજ સમાજના દરેક વર્ગ સુધી અને સરકાર સુધી પહોંચાડવા માટે નીચેના સર્વે સંગઠન અને હોદ્દેદારોએ જેહમત ઉઠાવી છે  જેમનો ફેડરેશન ઓફ એકેડેમિક અસોસિએશન ગુજરાત આભારી છે.

  1. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, રાજકોટ – નિકુંજ ચનાભટ્ટી(FAA-વાઇસ પ્રેસિડેન્ટ) હાર્દિક ચંદારાણા(જનરલ સેક્રેટરી)
  2. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, અમદાવાદ- સતીશ  શાહ(પ્રેસિડેન્ટ) સરજુ sir(જનરલ સેક્રેટરી)
  3. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, બરોડા -સમીર ધ્રુવ (પ્રેસિડેન્ટ) મિલન શાહ(જનરલ સેક્રેટરી)
  4. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, સુરત- મહેશ પામનાની (પ્રેસિડેન્ટ)જીગ્નેશ ભાઈ(જનરલ સેક્રેટરી)
  5. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, કતારગામ -લાલજીભાઈ કાકલોતર (પ્રેસિડેન્ટ) રાજુભાઈ ટાંક (જનરલ સેક્રેટરી)
  6. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન ,વરાછા-  જીગ્નેશ પગદલ, જીતેન્દ્ર તાપસીયા
  7. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, હિંમતનગર- મુકેશ જાની (પ્રેસિડેન્ટ) એમ એમ પવાર(જનરલ સેક્રેટરી)
  8. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, મહેસાણા- અર્જુનભાઈ પટેલ (પ્રેસિડેન્ટ) ચિરાગભાઈ(જનરલ સેક્રેટરી)
  9. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, ગાંધીનગર- દર્શન સર(પ્રેસિડેન્ટ)
  10. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, પંચમહાલ- પલ્લવ દેસાઈ(પ્રેસિડેન્ટ) નિતેશ સર(જનરલ સેક્રેટરી)
  11. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, જામનગર- નિલેશ ધ્રુવ (પ્રેસિડેન્ટ) જતીન સમજીયા(જનરલ સેક્રેટરી)
  12. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, ભાવનગર- દિપક કસ્તુરીયા(પ્રેસિડેન્ટ) કુલદીપ પંડ્યા(જનરલ સેક્રેટરી)
  13. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, નવસારી -કૌશિક દેસાઈ(પ્રેસિડેન્ટ) પ્રવીણ દેસાઈ(જનરલ સેક્રેટરી)
  14. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, ભરૂચ- ભાવિન પટેલ(પ્રેસિડેન્ટ)પ્રણવ વાઢીયા(જનરલ સેક્રેટરી)
  15. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, અમરેલી – મનીષ જનાની(પ્રેસિડેન્ટ) દીપક ભટ્ટ(જનરલ સેક્રેટરી)
  16. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, બિજાપુર- બી જી પટેલ (પ્રેસિડેન્ટ)
  17. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, પાટણ જયદીપ રાઠોડ (પ્રેસિડેન્ટ)
  18. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, રાધનપુર-હિતેશ ઠક્કર (પ્રેસિડેન્ટ)
  19. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, મોડાસા – ચેતન પટેલ (પ્રેસિડેન્ટ)
  20. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, સિધ્ધપુર- વિપુલ મેવાડા (પ્રેસિડેન્ટ)
  21. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, વિસનગર 
  22. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, જુનાગઢ -જય સર (પ્રેસિડેન્ટ)
  23. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, પાલનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *