પીડિતાના ઘર પર મીડિયાવાળાનો જમાવડો

ગેંગરેપ પીડિતાના ગામથી રિપોર્ટ:આંગણામાં ભીડ છે, ઘરમાં રસોઈના વાસણ વિખરાયેલા પડ્યા છે, દાળ અને કાચા ભાત રાખેલા છે, દૂર બાજરાના ખેતરમાંથી ચિતાનો ધૂમાડો દેખાઈ રહ્યો છે

india
  • કોંગ્રેસ કાર્યકર્તાઓનો એક સમૂહ માર્ગથી નહીં પણ ખેતરોના કાચા માર્ગથી અહીં પહોંચ્યા, તે પ્રિયંકા ગાંધીને પીડિતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવા આવ્યા હતા
  • પીડિતાની માતાનો અવાજ બેસી ગયો છે, ત્યારે એક ચેનલનો પત્રકાર આવી મહિલાઓને કહે છે કે તેમના મોં ઢાકી લે અને પીડિતાનું નામ ન લે

પીડિતાના ગામથી પંદર કિલોમીટરના અંતરે મારી ગાડી કેટલાક પોલીસ કર્મચારીઓએ અટકાવી અને પૂછ્યુ કે ક્યાં જઈ રહ્યા છો. મે કહ્યું-હું હાથરસ જઈ રહી છું, ત્યાં જ રહું છું. ઉગ્ર ચર્ચા થયા બાદ તેમણે છેવટે તેમણે મને જવાની મંજૂરી આપી. પોલીસ પીડિતાના ગામ જતા અટકાવી રહી છે. ગામની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવેલી છે. જ્યાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તા UP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વાલ્મિકી સમાજ સાથે સંકળાયેલા કેટલાક સંગઠનોના લોકો દૂર-દૂરથી અહીં પહોંચી રહ્યા છે, જોકે તેમને પીડિતાના ગામ જવા દેવા મંજૂરી નથી. તેમણે સોશિયલ મીડિયા પર પીડિતા વિશે વાંચ્યુ છે અને તેમનું લોહી ઉકળી ઉઠ્યુ છે.

મુખ્ય માર્ગથી અલગ થતા એક એક નાની વળાંકવાળી સડક ગામ તરફ દોરી જાય છે. માર્ગમાં બાજરાના ખેતર છે. ક્યાંક ક્યાંક ડાંગર લાગેલી છે. અહીં જ બાજરાના ખેતરોમાં 14 સપ્ટેમ્બરના રોજ પીડિતા સાથે ગેંગરેપ થયો હતો. હવે અહીં પત્રકારોની ઘણી ભીડ છે. કેટલાક તસ્વીરો લઈ રહ્યા છે તો કોઈ પીસ ટૂ કેમેરા રેકોર્ડ કરી રહ્યા છે. પત્રકારો સતત એ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે.

આગળ જતા માર્ગ પર કોંગ્રેસ કાર્યકર્તાઓનો એક સમૂહ મળ્યો. જે માર્ગથી નહીં પણ ખેતરો વચ્ચેથી પસાર થતા કાચા માર્ગ મારફતે અહીં પહોંચ્યા છે. તેઓ પ્રિયંકા ગાંધીને પીડિતાના ઘર સુધી પહોંચાડવા માટે રૈકી કરવા માટે આવ્યા હતા.

ગામમાં પ્રવેશતા જ આરોપીઓના ઘર આવેલા છે. ઘરની પાછળ ભેંસ બાંધેલી છે. તેમના ખેતર પણ ઘરને અડીને આવેલા છે. અહીં એક મોટું ઘર છે, જેમાં કેટલાક પરિવાર રહે છે. ચાર પૈકી ત્રણ આરોપીના ઘર અહીં આવેલા છે. આરોપીના પરિવાર ફરિયાદ કરી રહ્યા છે કે સૌ કોઈ પીડિતાના ઘરે જઈ રહ્યા છે અને તેમનો પક્ષે કોઈ પૂછતુ નથી. શુ પોલીસે તેમની કોઈ પૂછપરછ કરી છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અમે અમારા આરોપીઓને હાજર કરી દીધા હતા. પોલીસે અમારી સાથે કોઈ જ વાતચીત કરી નથી. આરોપીની માતા વારંવાર કહે છે કે તેમના દિકરા નિર્દોષ છે, દિકરાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.

ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવેલી છે. અન્ય જીલ્લાઓમાંથી પણ અહીં પોલીસ કર્મચારીઓ મોકલવામાં આવી રહી છે. અન્ય જીલ્લામાંથી આવેલી બે મહિલા પોલીસ કર્મચારી અહીં. તેને એ વાતની પણ જાણ ન હતી કે તે આરોપીઓના ઘરની નજીક છે. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ એકબીજાને કહેવા લાગી કે અહીંથી ચાલો, આ પીડિતાનું નહીં આરોપીના ઘર છે.

હકીકતમાં પીડિતા અને આરોપીના ઘર વચ્ચેથી એક નાનો માર્ગ પસાર થઈ રહ્યો છે. બન્નેના ઘર વચ્ચે વધારે અંતર નથી. પીડિતાના ઘરની બહાર મીડિયાનો જમાવડો છે. પોલીસ કર્મચારીઓ અહીં આવતા મીડિયા કર્મચારીઓને પણ અટકાવે છે. તેઓ કહે છે કે અંદર ખૂબ જ ભિડ છે, કેટલાક લોકો પાછા આવે ત્યારબાદ જ અંદર જવા દેવામાં આવશે.

પીડિતાના ઘરમાં કોઈએ ભોજન લીધુ નથી. રસોડામાં સામાન વિખરાયેલો પડ્યો છે
પીડિતાના ઘરમાં કોઈએ ભોજન લીધુ નથી. રસોડામાં સામાન વિખરાયેલો પડ્યો છે

થોડી વારમાં જ ભાજપના પ્રભારી મંત્રી ભુપેન્દ્ર ઉપેન્દ્ર ચૌધરીનો કાફલો ગામમાં આવ્યો. પીડિતાના પરિવારોએ તેમનો ભારે વિરોધ કર્યો. તેઓ કહેતા હતા કે સરકાર પરિવારની સાથે છે અને ન્યાય અપાવશે. પણ પરિવાર પ્રશ્ન કરી રહ્યો છે કે અંતિમ સંસ્કાર તો કરવા દીધા નથી તો ન્યાય શું અપાવશો. ભારે વિરોધ વચ્ચે તેઓ લાંબા સમય સુધી ત્યાં રોકાઈ શકતા નથી.

પીડિતાની માતાને મીડિયાએ ઘેરી રાખી છે. તેમનો અવાજ બેસી ગયો છે. તેઓ રુંધાતા સ્વરમાં જવાબ આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંજોગોમાં એક ચેનલનો પત્રકાર આવી મહિલાઓને સમજાવે છે કે સૌ તેમના ચહેરાને ઢાકી લે અને પીડિતાનું નામ ન લે. તે વારંવાર કહે છે કે પીડિતાનું નામ લેવુ, ઓળખ જાહેર કરવી તે ગુનો છે. માતા વધુ એક પત્રકારને એ પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન કરી રહી છે કે જેનાથી હવે તે થાકી ગઈ છે.

હવે તેમનું શરીર આરામ ઈચ્છે છે. પણ જે માતાની યુવાન દિકરીનું મૃત્યુ થયુ છે તેને શાંતિ કેવી રીતે હોઈ શકે? તેમની રસોઈના વાસણો વિખરાયેલા છે. દાળ બની છે પણ કોઈએ ભોજન લીધુ નથી. ચોખા તો કાચા જ પડ્યા છે.

ઘરે નાના-નાના બાળકો પરેશાન છે. પીડિતાની ભાભીનું બાળક તેની પાસે વારંવાર આવી કંઈક ખાવાનું માંગી રહ્યું છે પણ તે મીડિયાના કેમેરાથી ઘેરાયેલી છે. તેમના બાળકને ખવડાવવા પૂરતો સમય આપી શકતી નથી.

તે જવા પણ ઈચ્છે તો પણ પત્રકાર બસ એક પ્રશ્ન બસ એક પ્રશ્ન કહીને તેને અટકાવી દે છે. દરેક પ્રશ્નના જવાબમાં તે એક જ વાત કરે છે કે તેને તેના ઘરની દિકરી માટે ન્યાય જોઈએ છે. તે કહે છે કે જે રીતે તેના ઘરમાંથી લાશ ઉઠી બસ એવી જ રીતે આરોપીના ઘરેથી ચાર લાશ ઉઠવી જોઈએ. ત્યારે જ શાંતિ મળશે.

તસવીરમાં પીડિતાનો પરિવાર
તસવીરમાં પીડિતાનો પરિવાર

ગામની મહિલાઓ ઘરોની બહાર જુએ છે અને પછી ઘરમાં જતી રહે છે. હાથમાં માઈક જોઈને કોઈ વાત કરવા ઈચ્છતુ નથી. સૌ એક જ વાત કહે છે કે તમે પત્રકારો તો જતા રહેશો, પણ અમારે તો આ ગામમાં રહેવાનું છે. અમે શાં માટે કોઈની સાથે દુશ્મનાવટ ઉભી કરીએ?

એક માર્ગ ગામની બીજી તરફ બહાર જઈ રહ્યો છે. અહીં ધાનના ખેતર વધારે છે. પીપળાના એક ઝાડ નીચે બેઠેલા કેટલાક લોકો મોબાઈલમાં વીડિયો પર તેમના ગામની દિકરીને લગતા સમાચાર જોઈ રહ્યા હતા. તેઓ કહેતા હતા દિકરી સાથે ખૂબ જ ખરાબ થયુ છે. ન્યાય મળવો જોઈએ. તે ખુબ જ સારી દિકરી હતી. ક્યારેક તે અમારા ખેતરોમાં ઘાસ કાપવા માટે આવતી હતી. કોઈને કંઈ જ કહેતી ન હતી.

આગળ થોડા અંતરે જતા એ જગ્યા દેખાય છે કે જ્યાં પોલીસે ગઈરાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. એક ટીવી રિપોર્ટર ચિતા પાસે ઉભા રહી કહે છે- અધિકાર ફક્ત જીવિત લોકોના જ નથી હોતા, મૃત્યુ પામનારના પણ અધિકાર અને સન્માન હોય છે. ગત રાત્રે પોલીસલે અંધારામાં બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી પીડિતાના એ અધિકારોને છીનવી લીધા.

અંતિમ સંસ્કાર સમયે પોલીસ અને ગામના લોકો વચ્ચે જે ઝપાઝપી થી તેનું આ ખેતર સાક્ષી છે, જ્યાં લાગેલા પાકને કચડી નાંખવામાં આવ્યો છે. ચિતામાંથી હજુ પણ ધુમાડા નિકલી રહ્યા છે. અહીં સંપૂર્ણ સન્નાટો પ્રસરેલો છે. વચ્ચે-વચ્ચે પક્ષીઓનો અવાજ સંભળાય છે અને ફરી સન્નાટો ફેલાઈ જાય છે.

પીડિતાના ઘરે પરત ફર્યા ત્યારે માલુમ થયુ કે પોલીસ તેના પિતાને બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગઈ છે. ભાઈ કહે છે કે મારા પિતાને બળજબરીપૂર્વક લઈ ગઈ છે, મુખ્યમંત્રી સાથે વાત કરાવશે જેથી અમારી ઉપર ચુપ રહેવાનું દબાણ રહે. પણ અમે ચુપ રહેવાના નથી.

પીડિતાના ઘરે મીડિયા કર્મી ઉપરાંત રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે
પીડિતાના ઘરે મીડિયા કર્મી ઉપરાંત રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે

હવે અહીં અંધારુ પ્રસરી રહ્યું છે. લાઈટ ચાલુ થઈ રહી છે. અન્ય જીલ્લામાંથી આવેલા પોલીસ કર્મચારીઓ ટિફિન ખોલી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારી પાસે ટિફિન નથી. એક પોલીસ કર્મચારી કહે છે કે આજ તો કાચા રીંગણ તોડીને ખાવા પડ્યા.

હું ગામની બહાર નિકળી રહી હતી ત્યારે સ્થાનિક સ્તરેથી માહિતી મળી કે મુખ્યમંત્રીએ પીડિતાના પરિવાર માટે મદદની જાહેરાત કરી છે. પચ્ચીસ લાખ રૂપિયા, એક પાકુ મકાન અને ભાઈને સરકારી નોકરી. મદદની જાહેરાત તો થઈ ગઈ છે. પણ ન્યાય મળવાનો બાકી છે. ન્યાય મળશે તો જ આ પ્રકારની ઘટના અટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *