હનીટ્રેપ: બારડોલીમાં યુવતીએ વીડિયો-કોલ કરી યુવક પાસે બીભત્સ હરકતો કરાવી, બાદમાં તોડ ન પડતાં રેકોર્ડિંગ વાઇરલ કરી દીઘું

Gujarat
  • સોશિયલ મીડિયા પર મૈત્રી બાંધવા જતાં બારડોલીનો વેપારી ફસાયો
  • બ્લેકમેઇલિંગથી કંટાળીને નંબર બ્લોક કરી દેતાં યુવતી દ્વારા યુવકને બદનામ કરવાનો પ્રયાસ

બારડોલીનગરમાં ઓનલાઈન હનીટ્રેપનો શિકાર ઘણા યુવકો બની રહ્યા છે. તાજેતરમાં નગરના એક વેપારીની સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ અને બાદમાં યુવતીએ વીડિયો-કોલ કરી તેની સાથેની બીભસ્ત હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇસ કર્યા હતો. યુવક આ હરકતથી ગભરાઈ જઈ નંબર બ્લોક કરતાં જ યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી યુવકને બદનામ કરતાં આખરે યુવકે બારડોલી પોલીસમાં ફરિયાદ આપી છે.

યુવતીએ વીડિયો વાઇરલ કર્યો
ઘટના અંગે મળેલી વિગતો મુજબ, બારડોલીનગરના વેપારી યુવકે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણી યુવતી સાથે વાતચીત બાદ બારડોલીના યુવકની મિત્રતા થઈ હતી અને 15 મેના રોજ યુવતીનો વીડિયો-કોલ આવ્યો હતો. યુવતીના બીભસ્ત ચેનચાળા જોઈ યુવકે પણ હોસ ગુમાવી વીડિયો-કોલમાં હરકત કરી હતી. આ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. યુવતીએ આ વીડિયો રેકોર્ડિંગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો જે બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાઇરલ કરી દીધો હતો. વેપારી યુવકે અન્ય કોઈ યુવક ભોગ ન બને એ માટે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *