કોરોના દેશમાં:એક્ટિવ કેસનો આંકડો ફરીથી 2 લાખને પાર, તેમાંથી 1.18 લાખ એકલા મહારાષ્ટ્રમાં જ, 31 હજાર દર્દીઓ સાથે કેરળ બીજા નંબર પર

india
  • છેલ્લા 24 કલાકમાં, 25,154 નવા દર્દીઓ નોંધાયા, દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ કેસ
  • જલગાંવમાં 15 માર્ચ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે તેમજ નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય

દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં, 25,154 નવા દર્દીઓ નોંધાયા છે. 16,519 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 159 લોકો મૃત્યુ પામ્યા છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે, સારવાર ચાલી રહેલા દર્દીઓની સંખ્યામાં 8,477નો વધારો થયો છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર પહોંચીને 2 લાખ 7 હજાર 499 થઈ ગઈ છે. 11 ફેબ્રુઆરીએ તે 1 લાખ 33 હજાર 79 પર પહોંચી હતી. 17 સપ્ટેમ્બરના રોજ આવેલા કોરોના પીક (10.17 લાખ) પછીનું આ સૌથી નીચું હતું.

દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું છે
દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.58 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 2.07 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • મધ્યપ્રદેશમાં પણ કોરોના વધતા જતા કેસોને જોતા રવિવાર અથવા સોમવારથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવી શકાય છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે બેઠક દરમિયાન આ જણાવ્યુ હતું.
  • હિમાચલ પ્રદેશમાં વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ 27 દિવસ પછી એક મહિલા ડોક્ટર કોરોના પોઝિટિવ મળી આવી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ડોકટર સોલન ટાઉનની પ્રાદેશિક હોસ્પિટલમાં તૈનાત છે.
  • બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને શનિવારે લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન મુકાવી. તેમણે કહ્યું કે હું કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરું છું કે ગરીબોને મફત કોરોના વેક્સિન આપવામાં આવે.
  • મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શનિવારે અને રવિવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. બાકીના દિવસોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. જલગાંવમાં 15 માર્ચ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નાસિકમાં આંશિક લોકડાઉન અને નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • DGCAએ કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં જણાવાયું છે કે હવાઈ મુસાફરી દરમિયાન ગાઈડલાઇનનું પાલન કરવામાં નહીં આવે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક ન પહેરેલા મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારી પણ શકાય છે.

6 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
અહીં શનિવારે 15,602 કેસ નોંધાયા હતા અને 7,467 દર્દીઓ સાજા થયા તેમનં 88 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજયમાં અત્યાર સુધીમાં 22.97 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 21.25 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52,811 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં 1.18 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. કેરળ
શનિવારે, 2,035 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 3,256 દર્દીઓ સાજા થયા હતા અને 12 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 10.89 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10.53લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમિત 4,382 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 30,937 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. મધ્યપ્રદેશ
શનિવારે, 635 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 496 દર્દીઓ સાજા થયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.67 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. જેમાંથી 2.59 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,885 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 4,512 ની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં શનિવારે 775 કોરોનાના કેસ નોંધાયા હતા અને 579 દર્દીઓ સાજા થયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.77 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. જેમાંથી 2.68 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,422 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 4,200 ની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
શુક્રવારે, 201 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું અને 114 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.22 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.17 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2789 દર્દીઓ મૃત્યુ પામ્યા. 2,329 ની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
અહીં શનિવારે 419 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 302 દર્દીઓ સાજા થયા હતા અને 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.43 લાખ લોકોણે સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 6.30 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,939 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2,207 ની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *