કોરોના દેશમાં:10 દિવસમાં સંક્રમણની ઝડપ બે ગણી થઈ; એક જ દિવસમાં 41,000 કેસ નોંધાયા, આ 111 દિવસમાં સૌથી વધુ

india
  • કોરોના મામલે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે
  • ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય

દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,906 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,623 સાજા થયા અને 188 લોકોનાં મૃત્યુ થયાં. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 17,091નો વધારો થયો છે. નવા સંક્રમિતોનો આ આંકડો 28 નવેમ્બર પછીનો સૌથી વધુ છે. ત્યારે એક જ દિવસમાં 41,815 દર્દી મળી આવ્યા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. શુક્રવારે, 25,681 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો દેશમાં નોંધાયેલા કુલ દર્દીઓના લગભગ 63% જેટલો છે.

દેશમાં અત્યારસુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે, 1.59 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2.85 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ

  • ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે સમગ્ર લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય શહેરોમાં આગામી આદેશ સુધી દર વીકએન્ડે શનિવારે રાત્રે 10થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કુલ 32 કલાક લોકડાઉન રહેશે. આ સાથે જ આ ત્રણેય શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે.
  • દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં વધારો થવો પણ ચિંતાની વાત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, પોઝિટિવિટી રેટ 0.76%થી 0.93% થયો છે. દર્દીઓની કુલ સંખ્યા 6.46 લાખ રહી છે, તેમની સંખ્યા પણ સતત વધી રહી છે.
  • પંજાબની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની ગાઈડલાઇન્સ અનુસાર, રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજો સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં 50% ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે.
  • ગાઈડલાઇન્સ અનુસાર, પંજાબના એક મોલમાં એક જ સમયે 100થી વધુ લોકો હાજર રહેશે નહીં. કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકો માટે આગામી સપ્તાહથી દર શનિવારે સવારે 11 વાગ્યાથી એક કલાકનું મૌન રાખવામા આવશે. આ સમય દરમિયાન વાહનોની અવરજવરની મંજૂરી આપવામાં આવશે નહીં.

દરરોજ સૌથી વધુ કેસ નોંધાતાં 11 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર: સતત બીજા દિવસે 25 હજારથી વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે 25,681 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સતત બીજો દિવસ છે, જ્યારે રાજ્યમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 14,400 દર્દી સાજા થયા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 24.22 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, તેમાંથી 21.89 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 53,208 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 1.77 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

2. પંજાબ: સતત ત્રીજા દિવસે 2 હજારથી વધુ કેસ
અહીં શુક્રવારે 2,470 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,339 દર્દી સાજા થયા હતા અને 38 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.07 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 1.86 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 6,242 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 15,459 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. કેરળ: કોરોનાના કેસનો આંક 11 લાખને પાર
અહીં શુક્રવારે કોરોનાના 1,984 કેસ નોંધાયા હતા અને 1,965 દર્દી સાજા થયા હતા અને 17 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 11.00 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. એમાંથી 10.70 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,468 લોકોનાં મૃત્યુ થયાં છે. 25,156 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. કર્ણાટક : એક્ટિવ કેસ 12 હજારથી વધુ થયા
અહીં શુક્રવારે 1,587 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 869 દર્દી સાજા થયા, 10 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.66 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 9.42 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 12,425 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. હાલમાં 12,067 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે કોરોનાના 1,415 કેસ નોંધાયા હતા અને 948 દર્દી સાજા થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.83 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,437 દર્દી મૃત્યુ પામ્યા હતા, 6,147ની સારવાર ચાલી રહી છે.

6. છત્તીસગઢ: સતત બીજા દિવસે પણ વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે 1,097 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 360 દર્દી સાજા થયા હતા અને 9 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં સતત બીજા દિવસે એક હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગત દિવસે અહીં 1066 કેસ આવ્યા હતા. અહીં અત્યારસુધી 3.21 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 3.11 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 3,929 લોકોએ જીવ ગુમાવ્યો છે, હાલમાં 6,753 દર્દી સારવાર લઈ રહ્યા છે.

7. તામિલનાડુ: સતત વધતા જતા કેસો
અહીં કોરોનાના નવા 1,087 કેસ નોંધાયા હતા.અને 610 દર્દી સાજા થયા હતા અને 9 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.64 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 8.45 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,582 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હાલમાં 6,690 દર્દી સારવાર લઈ રહ્યા છે.

8. મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 1100થી વધુ કેસ સામે આવ્યા
અહીં શુક્રવારે 1,140 કેસ નોંધાયા હતા અને 556 દર્દી સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.73 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.62 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,901 દર્દી મૃત્યુ પામ્યા હતા, 6,609ની સારવાર ચાલી રહી છે.

9. હરિયાણા: છેલ્લા 24 કલાકમાં 448 દર્દી સાજા થયા
અહીં શુક્રવારે, કોરોનાના 872 કેસ નોંધાયા હતા અને 448 દર્દી સાજા થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં 2.78 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.70 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 3,090 લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં 4,380 દર્દી સારવાર લઈ રહ્યા છે.

10. દિલ્હી: આ વર્ષે પ્રથમ વખત 700 દર્દી નોંધાયા
શુક્રવારે અહીં 716 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 471 દર્દી સાજા થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 6.46 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 6.32 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,953 દર્દી મૃત્યુ પામ્યા હતા, 3,165ની સારવાર ચાલી રહી છે.

11. રાજસ્થાન: નવા દર્દીઓ સાજા થનારા દર્દીઓ કરતાં વધુ
અહીં શુક્રવારે 402 કેસ નોંધાયા હતા અને 302 દર્દી સાજા થયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.24 લાખ કેસ નોંધાઓ ચૂક્યા છે, તેમાંથી 3.18 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,796 દર્દી મૃત્યુ પામ્યા હતા, 3,121ની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *