અમેરિકામાં પોઝિટિવ કેસ 13.86 લાખ, મૃત્યુઆંક 82 હજારની નજીક, રશિયામાં પ્રતિબંધોમાં ઢીલ આપવાની તૈયારી

World
  • વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ, અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.27 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે. જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે 2.62 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે આ સપ્તાહમાં દેશમાં એક કરોડ લોકોએ ટેસ્ટ કરાવ્યો છે. આ સંખ્યા કોઈ પણ દેશથી બે ગણી છે. ટ્રમ્પે કહ્યું કે અમે દ. કોરિયા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, સ્વીડન, ફિનલેન્ડ અને ઘણા દેશોની તુલનામાં પ્રતિ વ્યક્તિ વધારે લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં એક દિવસમાં મરનાર લોકોની સંખ્યા સતત બીજા દિવસે 900થી ઓછી રહી છે. 

ટ્રમ્પે કહ્યું કે ચીન ટ્રેડ ડીલ ઉપર ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ તેઓેને ચર્ચા કરવાની ઈચ્છા નથી. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે ચીન ટ્રેડ ડીલ ઉપર સમજૂતી અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે, કારણ કે તેઓ માટે સારી ડીલ બની શકે. પરંતુ હું ઈચ્છુંક નથી. ટ્રમ્પે આ પહેલા ચીનને ધમકી આપતા કહ્યું હતુંકે જો અગાઉ નક્કી થયા મુબજ ચીન 250 બિલિયન ડોલરની અમેરિકાની વસ્તુઓ નહીં ખરીદે તો તેઓ આ ડીલ રદ્દ કરી દેશે.

રશિયાના એક કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવી રહેલા પરીવારજનો.

રશિયામાં 24 કલાકમાં 94 લોકોના અને મોસ્કોમાં 55 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક બે હજારથી વધીને 2009 થઈ ગયો છે અને 2.21 લાખથી વધારે કેસ નોંધાય છે.રશિયામાં એક સપ્તાહમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા છે, છતા અહીં પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજના બનાવાઈ રહી છે. 

બ્રિટન: 32 હજારથી વધારે મોત
બ્રિટનમાં 24 કલાકમાં 210 લોકોના મોત થયા છે અને 3877 નવા કેસ નોંધાયા છે. બ્રિટનમાં 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 2.23 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 19.22 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. સરકારે એક જૂનથી રમત-ગમતને શરૂ કરાવની મંજૂરી આપી છે. જોકે દર્શનો હાજર નહીં રહે. તમામ રમતોનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.

બ્રિટન: લંડનમાં એક બસ સ્ટોપ ઉપર લોકો નજરે પડે છે. સરકાર પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના ઉપર કામ કરી રહી છે.

બ્રિટનની અર્થવ્યવસ્થા ફરી ખોલવાને લઈે પ્રધાનમંત્રી બોરિસ જોનસનની યોજનાની ટિક્કા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં તમામ બાબતો સ્પષ્ટ નથી. લોકોએ તેને ભ્રામક અને વિરોધાભાસી ગણાવી છે.  જોનસને કહ્યું હતું કે હવે લોકોને સ્ટે એટ હોમની જગ્યાએ સ્ટે એલર્ટ કહેવાય રહ્યું છે. 

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સંક્રમણની બચવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *