વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીનો ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવીદશ્રીઓ, વકિલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ, મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદ

Gujarat Gujarat Politics Politics

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવિદ્શ્રીઓ, વકીલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA), મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતના નાગરિકો સાથે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પરિસંવાદ કરીને તેમને પડતી મશ્કેલીઓ અને અવરોધો વિશે માહિતી મેળવી હતી. ચિદમ્બરમજીએ હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સૌને સાથે રાખવાની વિચારધારા સાથે ચાલનારો પક્ષ છે. ગુજરાતના મતદાતાઓ આ વખતે પરિવર્તન માટે મતદાન કરીને કોંગ્રેસની સરકાર બનાવે, કોંગ્રેસ સરકાર બનતાની સાથે શ્રી રાહુલ ગાંધીએ આપેલા દરેક વચનો નિભાવવા કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે.

        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવીદશ્રીઓ, વકિલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA), મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતના નાગરિકો ભાજપના શાસનમાં ખુબ જ હાલાકી ભોગવી રહ્યાં છે અને તેઓના કોઈપણ પ્રશ્ન ઉપર સરકાર દ્વારા ધ્યાન અપાતું નથી, અમલદારશાહી પણ વેપારીઓને ખુબજ કનડી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ શ્રી રાહુલ ગાંધી દ્વારા અપાયેલ વચનો પરિવર્તન યાત્રાના માધ્યમથી ગુજરાતના ખૂણેખૂણે જનતા સમક્ષ પહોંચાડી રહી છે અને ગુજરાતની પ્રજાનો ખૂબ જ આવકાર મળી રહ્યો છે.

        આ પરિસંવાદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રીઓ શ્રી કુલદીપ શર્મા, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી યુનુસ પટેલ, શ્રી પંકજ શાહ, શ્રી બિમલ શાહ, શ્રી પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, લિગલ સેલના ચેરમેનશ્રી યોગેશ રવાણી, ઓ.બી.સી. સેલના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઠવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પરિસંવાદ કાર્યક્રમના કન્વીનરશ્રી ભાર્ગવ ઠક્કર, પ્રવક્તાશ્રીઓ ડૉ. અમિત નાયક, શ્રી પાર્થિવરાજ કઠવાડીયા, શ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં. પરિસંવાદન કાર્યક્રમનું સંચાલન એ.આઈ.સી.સી.ના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ કર્યું હતું તથા આભાર વિધિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *