ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર

ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’. : પી. ચિદમ્બરમ

Gujarat Gujarat Politics Politics

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે અને વધુમાં, માનવસર્જિત આ ભયંકર દુર્ઘટનાના પરિણામે શોકમાં ડૂબેલા સમગ્ર ગુજરાતના લોકો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ રજૂ કરવા ઈચ્છું છું. રવિવારના રોજ, No Apologies, No Resignations નામની મારી કોલમમાં મેં સાત પ્રાસંગિક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેં કોઈને પ્રશ્નોના જવાબ આપતા સાંભળ્યા નથી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે રાજ્ય સરકાર વતી કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી માંગી નથી. જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે.

ગુજરાતમાં ભાજપ સરકાર 1998થી સતત શાસનમાં છે. વર્તમાન વિધાનસભા 2017માં ચૂંટાઈને આવી હતી. ભાજપ સરકારના છેલ્લા છ વર્ષમાં, તેના શાસનમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલી નાંખ્યા છે – જે મુખ્યમંત્રીઓની કામગીરી પર સ્પષ્ટ આરોપ છે. જો 2023માં ચૂંટણી થાય તો સંભવ છે કે શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ સત્તા પરથી ઉતારી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાતમાં મુખ્યમંત્રીઓને બદલવા માટેનું કારણ એકદમ સરળ છેઃ ગુજરાતનું શાસન ગાંધીનગરથી નહીં, દિલ્હીથી ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહની જોડી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત દિલ્હીનું તાબેદાર રાજ્ય છે.

ડબલ એન્જિનવાળી સરકારનો ઘમંડ એ ફક્તને ફક્ત બીજેપી સરકારનો ઘમંડ જ છે. ગુજરાત એક જ બળદગાડું છે જે રાજ્યના વિશાળ વર્ગને, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, યુવાનો અને ગરીબોને પાછળ છોડીને દિશાહિન માર્ગ પર દોડી રહ્યું છે.

ગુજરાતમાં ઊંચો વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવી કદરૂપી હકીકતો છે જે ચાલાકીથી છુપાવાયેલી છે, પરંતુ તે ગુજરાતની તમામ જનતા તે પરિસ્થિતિને સારી રીતે જાણે છે.

ગુજરાતના કેટલાક નિર્વિવાદ તથ્યો દર્શાવવા હું દર્શાવવા માગું છુઃ

ગુજરાત રાજ્ય જીડીપીનો વિકાસ દર 2017-18 થી ઘટી રહ્યો છે જે નીચેના કોષ્ટકમાંથી જોવા મળશે:

વર્ષટકા
૨૦૧૭-૨૦૧૮૧૦.૭
૨૦૧૮-૨૦૧૯૮.૯
૨૦૧૯-૨૦૨૦૭.૩
૨૦૨૦-૨૦૨૧-૧.૯

ગુજરાતમાં વર્ષ 2003થી નવ જેટલી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓનું આયોજન થયું જેમાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે રોકાણો થયા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા જે એકદમ અતિશયોક્તિ  ભરેલા રહ્યા. વર્ષ  2011 સુધીની પ્રથમ પાંચ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓ માટેની  આંકડાકીય માહિતી સાર્વજનિક કરવામાં આવી હતી. આ આંકડાકીય માહિતી ગુજરાતમાં થયેલા રોકાણોનું સાચું ચિત્ર ઉજાગર કરે છે:

વર્ષરોકાણોના કરેલા દાવાઓખરેખર આવેલું રોકાણ
 રૂપિયા કરોડમાંરૂપિયા કરોડમાં
૨૦૦૩૬૬,૦૬૮૩૦,૭૪૬
૨૦૦૫૧,૦૬,૧૬૦૩૭,૯૩૯
૨૦૦૭૪,૬૫,૩૦૯૧,૦૭,૮૯૭
૨૦૦૯૧૨,૩૯,૫૬૨૧,૦૪,૫૯૦
૨૦૧૧૨૦,૮૩,૦૪૭૨૯,૮૧૩

 2020-21માં રાજ્યનું કુલ દેવું રૂ 2,98,810 કરોડનું હતું જે રાજ્યની જીડીપીના 18.04 ટકા હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2022માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા 4.02,785 કરોડની જવાબદારીઓ છે.

ગુજરાતના સામાજિક-આર્થિક આનુસાંગિક આંકડા એકબીજા સાથે વણાયેલી છે અને તેમાં કેટલીક ચિંતાજનક બાબતો છે:

ભારતની કુલ વસ્તીના પાંચમો ભાગની જનસંખ્યા ગુજરાત રાજ્યમાં વસે છે.

ગુજરાતમાં સ્ત્રી-પુરૂષના (Gender) ગુણોત્તરમાં ભારતના 943ની સામે આ ગુણોત્તર 919નો છે.

શ્રમિકોની સહભાગીદારીનો દર 41.0 ટકા છે. જે માંથી, મહિલા શ્રમિકોની કાર્યભાગીદારી દર 23.4 ટકા છે. કુલ કામદારોમાંથી 50 ટકા ખેડૂત અને ખેતમજૂર છે.

ગુજરાતમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા કુલ પરિવારોની સંખ્યા 3,45,998 જેટલી છે અને ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી 16,80,000 છે.

છેલ્લા પ્રકાશિત આંકડા પ્રમાણે,  પ્રતિ એક હજાર શિશુ સામે શિશુ મૃત્યુ દર (IMR) 29 ટકા છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના શિશુઓનો મૃત્યુદર 31 છે.

ગુજરાતમાં પ્રતિ એક લાખ પ્રસૂતાની સામે માતૃત્વ મૃત્યુ દર (MMR) 75ની સંખ્યા રહી.

ગુજરાતમાં છૂટક ખાદ્ય મોંઘવારી દેશમાં સૌથી વધુ છે. અહેવાલો અનુસાર ઓગસ્ટ 2022માં તે  11.5 ટકા રહ્યો હતો.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)ના આંકડા મુજબ, ગુજરાતમાં 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 12.49 ટકા છે.

અશિક્ષિત યુવાનો અને ઓછા ભણેલા યુવાનોમાં બેરોજગારી ખૂબ વધારે છે. ઉદાહરણ તરીકે, રાજ્ય સરકારને તલાટીની 3400 જગ્યાઓ માટે 17 લાખ અરજીઓ મળી હતી.

ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકોનું વેતન રૂપિયા 285 પ્રતિ દિવસ છે.

મેં તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે જે બતાવવા માટે કે કેવી રીતે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી માયાજાળ પાછળ, કેટલી બધી ભયાનક વાસ્તવિકતાઓ છુપાયેલી છે.

કોઈપણ સરકાર – અને કોઈપણ પક્ષ – જો ચૂંટણી હારવાનો ડર હોય તો જ તે લોકો માટે જવાબદાર અને તેને ઉત્તરદાયી બની રહેશે. તેથી જ તમામ પરિપક્વ સંસદીય લોકશાહીમાં, લોકો દર થોડા વર્ષો પછી અથવા થોડા સમય પછી સરકારને બદલે છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી એક જ સરકાર હોવાને કારણે ગુજરાતે ઘણું સહન કર્યું છે. તેથી જ સરકારને લાગે છે કે તે લોકો માટે જવાબદાર નથી. મોરબીની દુર્ઘટના પછી જવાબદારીનો સંપૂર્ણ અભાવ તેનું એક માત્રા સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’.

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી ભાર્ગવ ઠક્કર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી મનહર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *