ઈન્ટરનેશનલ ડેસ્ક: ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સૈદ અલ સૈદનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અરબ દેશોમાં સૌથી લાંબો સમય સુલ્તાન રહ્યા હતા. તેમને કેન્સર હતું. પીએમ મોદીએ તેમના નિધન ઉપર દુ:ખ વ્યક્ત કર્યું છે.
1970માં બ્રિટનના સમર્થનથી સુલ્તાન કાબૂસ તેમના પિતાને ગાદી ઉપરથી હટાવી પોતે ઓમાનના સુલ્તાન બન્યા હતા.તેઓએ ઓમાનના વિકાસ માટે તેલથી થતી આવકનો પ્રયોગ કર્યો હતો. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા ન હતા આથી તેઓનો ઉત્તરાધિકારી કોઈ નથી.

નિયમ મુજબ સુલ્તાનનું પદ ખાલી રહ્યાના ત્રણ દિવસમાં શાહી પરિવાર પરિષદ નવા સુલ્તાનની પસંદગી કરે છે. આ પરિષદમાં 50 પુરુષ સભ્યો હોય છે. મૃત્યુ પહેલા સુલ્તાન એક બંધ કવર છોડીને ગયા છે. જેમાં નવા સુલ્તાન માટે તેઓએ પોતાની પસંદગી જણાવી હશે.