ક્રિસમસ સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓ:મીણબત્તીથી લઇને ભેટ સુધી દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્ત્વ છે

World
  • માન્યતાઃ ઘંટડીઓનો અવાજ મનને પોઝિટિવ ઊર્જા આપે છે, તેનાથી ઉત્સાહ અને ઉમંગ પેદા થાય છે

ક્રિસમસના અવસરે ઘર-ઓફિસ અને દરેક જગ્યાને સજાવવામાં આવે છે. ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ ટ્રીને ઘંટડીઓ, ચોકલેટ, લાઇટ્સ અને ફુગ્ગાઓથી સજાવવામાં આવે છે. સાથે જ આ દિવસે ચર્ચમાં મીણબત્તી પ્રગટાવવામાં આવે છે. રાતે સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે. તેની સાથે જ કેક અને ગિફ્ટ આપવાની પણ પરંપરા છે. આ બધા વિના આ ઉત્સવ અધૂરો છે. ક્રિસમસની આ પરંપરાઓ સાથે જોડાયેલી માન્યતા જણાવે છે કે આ પર્વ શાંતિ, પ્રેમ અને એકતાનો સંદેશ આપે છે.

ક્રિસમસ સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓઃ-

1. મીણબત્તીઓ સુખ આપે છેઃ-
પરંપરાઃ ક્રિસમસના દિવસે ઈશુ ખ્રિસ્તની સામે મીણબત્તી પ્રગટાવીને લોકો તેમના જીવનમાં પ્રકાશની કામના કરે છે.

માન્યતાઃ ઈશુ ખ્રિસ્તની સામે અલગ-અલગ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સફળતા આવે છે.

2. ઘંટડીઓના અવાજથી પોઝિટિવ ઊર્જાઃ-
પરંપરાઃ ઘરને ઘંટડીઓથી સજાવવામાં આવે છે અને ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ પર તેમના પ્રકટ થવાના સમયે ઉલ્લાસથી ઘંટડીઓ વગાડીને ઉત્સવ ઊજવવામાં આવે છે.

માન્યતાઃ ઘરને ઘંટડીઓથી સજાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘંટડીઓના અવાજથી ઉમંગ પેદા થાય છે, જે મનને પોઝિટિવ ઊર્જાથી ભરી દે છે.

3. કેકથી તણાવ દૂર થાય છેઃ-
પરંપરાઃ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે કેક ખાવામાં આવે છે અને લોકોમાં વહેંચવામાં આવે છે.

માન્યતાઃ મીઠાઈ સ્વરૂપમાં કેક ખાવાથી તણાવ દૂર થાય છે અને આનંદ મળે છે.

4. ભેટ દાનનો પ્રકાર છેઃ-
પરંપરાઃ 
ક્રિસમસના દિવસે લોકોને ભેટ અને જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઈ અને ભોજનની વસ્તુઓ વહેંચવામાં આવે છે.

માન્યતાઃ ભેટ એક પ્રકારનું દાન છે. જેનાથી સુખ મળે છે. જરૂરિયાતમંદ લોકોને ભેટ આપવાથી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

5. એકસાથે મળીને રહેવાનો સંદેશઃ-
પરંપરાઃ ક્રિસમસના દિવસે અડધી રાતે ઈશુ ખ્રિસ્તની સામે મળીને સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે.

માન્યતાઃ પ્રાર્થના દ્વારા ઈશ્વરની નજીક હોવાનો અહેસાસ થાય છે. સામૂહિક પ્રાર્થના સાથે મળીને રહેવાનો સંદેશ આપે છે. સામૂહિક રૂપથી કરવામાં આવતી પ્રાર્થના વધારે પ્રભાવશાળી હોય છે.

ક્રિસમસ ટ્રી સાથે જોડાયેલી પરંપરા અને માન્યતાઃ-

1. ક્રિસમસના દિવસે ઘર-ઓફિસને ક્રિસમસ ટ્રીથી સજાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે પ્રાકૃતિક ક્રિસમસ ટ્રીને જોઇને અને તેની આસપાસ રહેવાથી સુખ અનુભવ થાય છે. આ વૃક્ષ પ્રકૃતિ પાસે હોવાનો અનુભવ કરાવે છે.

2. ક્રિસમસ ટ્રીની આસપાસ મીણબત્તી પ્રગટાવવામાં આવે છે કેમ કે, મીણબત્તીનું ઘરમાં પ્રગટાવવું પોઝિટિવ એનર્જી લાવે છે. જો ક્રિસમસ ટ્રી ઉપર સુગંધિત મીણબત્તી પ્રગટાવવામાં આવે તો એવું માનવામા આવે છે કે ઘરથી નકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે અને પરિવારના સભ્યોને તેનો લાભ મળે છે.

3. ક્રિસમસ ટ્રીને રિબિન, ભેટ અને લાઇટ્સ દ્વારા સજાવવામાં આવે છે. ત્યાં જ, બીજી બાજુ થોડા લોકો ટ્રી ઉપર ઘંટડીઓ પણ લગાવે છે. માન્યતા છે કે, ઘંટડીનો અવાજ નકારાત્મકતાને દૂર કરવામાં અસરદાર હોય છે. આ અવાજથી સુખ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *