દેશના પશ્ચિમ ભાગ સર્જાયેલા હળવા દબાણને લીધે રાજસ્થાનના પશ્ચિમ ભાગના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે. વાતાવરણમાં આવેલા પલટાને લીધે કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાં હતા. તેને લીધે વાતાવરણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. કેટલાક વિસ્તારોમાં એટલા વ્યાપક પ્રમાણમાં કરા પડ્યા હતા કે જેને લીધે કેટલાક વિસ્તારોમાં બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ હતી.
ખેડૂતો ચિંતિત
બીજી બાજુ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે કારણ કે ખેતરોમાં કેટલાક પાક ટૂંક સમયમાં કાપણી માટે તૈયાર થઈ જશે, ત્યારે આ સંજોગોમાં વરસાદથી તેમની મહેનત પર પાણી ફરી વળે તેવી દહેશત ઉભી થઈ છે. હવામાન વિભાગે આજે પણ વાતાવરણમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા દર્શાવી છે.
દિલ્હીમાં સામાન્ય વરસાદ થયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં મંગળવારે રાત્રે સામાન્ય વરસાદ થયો હતો. વરસાદને પગલે દિલ્હીવાસીઓને તો ગરમીમાં રાહત મળી હતી.
દિલ્હીમાં સામાન્ય વરસાદ થયો હતો
સીકરમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો
ગંગાનગર નજીકના વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની વધારે અસર થઈ હતી. ખાસ કરીને મહાજન તાલુકાના અનેક ગામોમાં કરા પડ્યા હતા. અહીં સમગ્ર વિસ્તાર પર બરફની ચાદર ફેલાઈ ગઈ હતી. જયમલસરમાં પણ વરસાદ સાથે કરા પડ્યા છે. અડધો કલાક સુધી વરસાદ પડતા ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો.
ખેડૂતોની ચિંતા વધી, ચણાના પાકને નુકસાન
કરા પડ્યા બાદ ખેડૂત માટે ચિંતા વધી ગઈ છે. હકીકતમાં વર્તમાન સમયમાં ખેતરમાં ચણાનો પાક છે.કાપણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સંજોગોમાં વાતાવરણમાં આવેલા પલટાને લીધે પાક ખરાબ થઈ શકે છે. મહાજન, લૂણકરનસર, જયમલસર, મોમાસર સહિત અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે.