ઓનરકિલિંગનો બનાવ:મોરબીમાં પુત્રી સાથે પ્રેમની શંકાથી માતા, 2 મામાએ યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

Gujarat
  • મોરબીમાં ઓનરક્લિંગની ઘટના, યુવાનની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મોરબીના મહેન્દ્રનગર ગામમાં શીતળા માતાના મંદિર નજીકના વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત નામનો યુવક મંગળવારે 181 અભ્યમના વાહનની ડ્રાઇવરની નોકરી કરી ઘરે આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે બાઇક લઇ બહાર નીકળ્યો હતો ત્યારે મિલન કટલેરીની દુકાન નજીક ઠોકર મારી ત્રણ શખ્સ એક કારમાં તેનું અપહરણ કરી દુર લઇ ગયા હતા અને ધોકા પાઈપ અને ઢીકા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી.

પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ડુબી ગયા હતા.
પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ડુબી ગયા હતા.

યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો
આ ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જો કે તબિયત વધુ લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે મૃતકની માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે મહેન્દ્રનગર ગામમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

પાવડાના હાથા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર મિતેશ અને ભત્રીજો નીતેશ તેનું બાઈક લઈને મહેન્દ્રનગર તરફ જતા હતા તે દરમિયાન એક કારે સામેથી આવી ને ઠોકર મારી તેમને પછાડી દીધા હતા. બાદમાં ધર્મેશ વિડજા નામની વ્યક્તિ તેમાંથી નીચે ઉતરી હતી બન્ને પર પાવડાના હાથા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. જેમ તેમ કરીને નીતેશ બચીને ઘરે આવ્યો હતો.

મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા
સમગ્ર ઘટના અંગે વાત કરતા પરિવારના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા હતા. જયારે બાઈક ત્યાં પડ્યું હતું.​​​​​​​​​​​​​​ મિતેશની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે ચંદુભાઈ નામની કોઇ વ્યકિતનો ભરતભાઈને ફોન આવ્યો હતો કે મહેન્દ્રનગરના સીએનજી પંપની પાછળના ભાગમાં તમારો પુત્ર મિતેશ લોહી લુહાણ હાલતમાં છે. આ વાતની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મિતેશે જણાવ્યું હતું કે હેતવી પટેલ સાથે પ્રેમસંબંધ હતો
​​​​​​​
હોસ્પિટલ જતી વખતે મિતેશે જણાવ્યું હતું કે મહેન્દ્રનગરમાં રહેતી હેતવી પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેનો ખાર રાખી તેના પર હુમલો કરી હત્યા નીપજાવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

યુવાન 181 અભયમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો
મૃતક મિતેષ કુબાવત અને તેના પિતા ભરતભાઇ કુબાવત મોરબીમાં મહિલા હેલ્પ લાઈન 181માં કોન્ટ્રાકટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને હત્યાના દિવસે સવારે પણ યુવકે 181માં ફરજ બજાવી બપોરના સમયે ઘરે પરત આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *