- યુવકે રસ્તાના દબાણ મુદ્દે કેરોસિન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
- દીવાલના વિવાદમાં શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવીઃ પોલીસ
પાટણ શહેરમાં મંગળવારે સવારે એક યુવકને જાહેર રસ્તા પર સળગતી હાલતમાં દોડતાં હડકંપ મચી ગયો હતો. બગેશ્વર મહાદેવની પાછળ વર્ષોથી રહેતા ચન્દ્રસિંહ અમુજી ઠાકોર(ઉં.38)ના ઘરની બાજુમાં પસાર થવાના રસ્તા પર બાજુમાં આવેલ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવી રસ્તો સાંકડો કરી દેતાં વારંવાર રજૂઆત કરવા છતાં મંદિરે ટ્રસ્ટે દીવાલ દૂર ના કરતાં યુવકે મંગળવારે ઘરની અંદર શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી સળગતી હાલતમાં જાહેર રસ્તા પર દોડતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. લોકો અને યુવકના સ્વજનોએ ધાબળો અને કોથળા લઈ તેની પાછળ દોડ્યા હતા. અડધો કલાક પછી લોકો તેને પકડી જનતા હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. 85 ટકા દાઝી જતાં યુવકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. યુવકે આપઘાત માટે મંદિર ટ્રસ્ટ,નગરપાલિકા, સિટી સર્વે કચેરી, પોલીસ સામે આક્ષેપ કર્યા છે. પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.
પાટણમાં બગવાડાથી રેલવે સ્ટેશન રોડ પર આવેલા બગેશ્વર મહાદેવ મંદિરની પાછળ વર્ષોથી રહેતા 3 પરિવારોને પસાર થવાના રસ્તા પર બાજુમાં આવેલ રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દીવાલ ઉભી કરતા રસ્તો સાંકડો થઇ જતા ટ્રસ્ટીઓને દીવાલ દૂર કરવા અનેક રજૂઆત છતાં ટ્રસ્ટીઓ ન માનતા પ્રથમ મકાનમાં રહેતા ચન્દ્રસિંહ અમુજી ઠાકોર આ બાબતે પાલિકા અને કલેકટર કચેરીમાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો ન હતો. ત્યારે મંગળવારે હતાશ થઇ સવારે બજારમાંથી પેટ્રોલ બાટલામાં ભરીને લઇ આવી 10 વાગ્યા આસપાસ ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી જાતે જ આગ ચાંપી દીધી હતી અને સળગતા ઘરની બહાર નીકળતા બહાર ઉભેલા તેમના કૌટુંબિક સંબધીઓ ચીસાચીસ કરી હતી.
રસ્તાના દબાણ મુદ્દે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
બનાવની જાણવા મળેલી પ્રારંભિક વિગતો અનુસાર, પાટણ શહેરમાં રસ્તા પરના દબાણ મુદ્દે એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોતાની જાત પર કેરોસિન છાંટી આગચંપી કરી હતી. બાદમાં યુવક બજારમાં સળગતી હાલતમાં જ દોડી રહ્યો હતો. એક સમયે ભયાવહ માહોલ સર્જાયો હતો અને બજારમાં હાજર લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.