ગુજરાતમાં કોરોના રસીનું સોમવારથી ટ્રાયલ રન, 25-25 વ્યક્તિને બોલાવી ડમી રસીકરણ થશે, રસી લાવવાથી માંડી આપવા સુધીનો શિડ્યૂલ તૈયાર થશે

Gujarat
  • વેક્સિનેશનના વાહનનો સમય, વેક્સિનેટર સાથે ચાર તબીબની ટીમ દ્વારા તબીબી પરીક્ષણનો સમય, એક કલાકમાં કેટલા લોકોને રસી આપી શકાય એનું મોનિટરિંગ થશે

કોરોના રસી આપતા પુર્વે તેની ટ્રાયલ-રન કરવા તાજેતરમાં જ રાજયના અધિક આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ કલેકટરો સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી.આ વિડીયો કોન્ફરન્સ. 28 થી 29 ડિસેમ્બરે હેલ્થ સેન્ટરોમાં કોરોના રસી આપવા માટેની સમગ્ર કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે.

કોલ્ડ સ્ટોરેજથી રસી લઈને જે તે હેલ્થ સેન્ટરે વાહન નીકળશે
કોરોના ટ્રાયલ રન માંથનારી કાર્યવાહી માં જે વાહન કોરોના રસી લઈને નીકળશે તે વાહન જે તે હેલ્થ સેન્ટરમાં કેટલા સમયમાં પહોંચે છે. આ વાહનમાં જીપીએસ સીસ્ટમ લગાવવામાં આવી હશે. આ વાહનમાં રસી નહી હોય પરંતુ રિહર્સલના ભાગરૂપે નિયત સમય મર્યાદામાં હેલ્થ સેન્ટર ખાતે રસી લઈ જતુ વાહન પહોંચે છે કે, કેમ તેનો સમયગાળો નોંધવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજથી રસી લઈને જે તે હેલ્થ સેન્ટરે વાહન નીકળશે તેનો નીકળવાનો અને પહોંચવાનો સમય નોંધવામાં આવશે.

ચાર તબીબો આવનાર વ્યક્તિને ડમી રસીકરણ કરશે
કોરોના રસીકરણનું ટ્રાયલ-રનમાં નિશ્ર્ચિત સમય મર્યાદામાં તમામ વ્યક્તિઓને રસીકરણ થાય તે માટે આબેહુબ કામગીરી ચરિતાર્થ કરવામાં આવશે, જેમાં 25-25 વ્યક્તિઓને એસએમએસ કરી રસીકરણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે. આ વ્યક્તિ આવશે તેને સૌ પ્રથમ વેઈટીંગ રૂમમાં બેસાડવામાં આવશે ત્યારબાદ વેકસીનેશન રૂમમાં લઈ જવામાં આવશે, ત્યાં પહેલેથી ઉપલબ્ધ કરવામાં આવેલા વેક્સીનેટર અને તેની સાથેના ચાર તબીબો આવનાર વ્યક્તિને ડમી રસીકરણ કરશે. ત્યારબાદ રસી લીધેલ વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં લઈ જવામાં આવશે જયાં તેમને 30મીનીટ બેસાડી તેમની તબીયતનું પરીક્ષણ કરવામાં આવશે. આમ કોરોના રસીની આબેહુબ ટ્રાયલ-રન કરી નિશ્ર્ચિત સમયગાળા દરમ્યાનમાં એક કલાકમાં કેટલી વ્યક્તિઓને રસીકરણ થઈ શકે તેનું એક નિશ્ર્ચિત શેડયુલ તૈયાર કરવામાં આવશે.

દરમ્યાન આ સમગ્ર કામગીરીમાં જે રીતે વેક્સીનેશન આપવાનું છે તે તમામ પ્રક્રિયાઓ આબેહુબ નિરૂપણ કરવામાં આવશે.પરંતુ તેમાં કોરોના રસી નહી હોય પરંતુ વેક્સીનેટર, તબીબો, વેક્સીનેટર વાહન અને તેને અનુસંગીક તમામ જરૂરીયાત વાળી વસ્તુઓ અને વાહનો ઉપલબ્ધ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *