દેશની ઈકોનોમિ પર રાહુલની વીડિયો સીરિઝ:રાહુલ ગાંધી જણાવશે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે બરબાદ કરી ? પ્રથમ વીડિયો આજે સવારે 10 વાગ્યે બહાર પાડશે

National Politics Politics
  • ‘અર્થવ્યવસ્થા કી બાત’ ટાઈટલ સાથેની આ વીડિયો સીરિઝના માધ્યમથી કેન્દ્ર પર શાબ્દિક હુમલો કરશે
  • રાહુલે પ્રોમો બહાર પાડ્યો, તેમાં નોટબંધી, GST અને લોકડાઉન જેવા મુદ્દાનો ઉલ્લેખ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વીડિયો સીરિઝ દ્વારા મોદી સરકારની નિષ્ફળતાઓ વિશે જણાવશે. આ સીરિઝનો પ્રથમ વીડિયો આજે 10 વાગ્યે રાહુલ તેની સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ કરશે. ‘અર્થવ્યવસ્થા કી બાત’ના ટાઈટલ સાથેની આ વીડિયો સીરિઝના માધ્યમથી રાહુલ જણાવશે કે કઈ રીતે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે ?

રાહુલ ગાંધીએ બહાર પાડ્યો પ્રોમો
ટ્વિટર પર મૂકવામાં આવેલ વીડિયો સીરિઝના પ્રોમોમાં રાહુલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે. પ્રોમોમાં તેઓ એ વાત કહેતા દેખાઈ રહ્યાં છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે. તેમાં રાહુલે નોટબંધી, GST અને લોકડાઉન જેવા નિર્ણયોને લઈને મોદી સરકારને ઘેરી છે.

તાજેતરમાં જ એક વીડિયો બહાર પાડીને સરકારને ચેતવી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કોરોના અને દેશની આર્થિક સ્થિતિને લઈને સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે દેશને એટલું બધુ નુકસાન થઈ રહ્યું છે કે અગામી 5-6 મહિના સુધી ભારત યુવાઓને રોજગાર આપી શકશે નહિ. આ પહેલા એક વીડિયો બહાર પાડીને રાહુલે કહ્યું હતું કે તેમની આ ચેતવણી સાચી સાબિત થશે.

વડાપ્રધાન પર સાધ્યું હતું નિશાન
રાહુલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લાગવ્યા હતા. એક વાત સમજવી પડશે કે હિન્દુસ્તાનને 90 ટકા રોજગારી અસંગઠિત અર્થવ્યવસ્થા આપે છે. આ લોકો કોણ છે ? તેઓ મધ્યમ બિઝનેસ કરનાર લોકો, ખેડૂતો છે. આ સિસ્ટમને મોદીએ નષ્ટ કરી દીધી છે. નાશ કરી નાખ્યો છે. તમે જોજો જેવો આ મોરાટોરિયમ પીરિયડ ખત્મ થશે, એક પછી એક કંપનીઓનું પતન શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *