- પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગઈકાલે અંબાજીના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો છે
આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વીર મેઘમાયા મંદિરે દર્શન કરી બીજા દિવસનો પ્રારંભ કર્યો છે. ત્યારબાદ તેમણે વિશ્વપ્રસિધ્ધ રાણીની વાવ નિહાળી હતી. જો કે કોરોનાના કપરાં કાળમાં પાટીલ હાથમાં માસ્ક લઈને ફરતા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ પાટણ શહેરમાં અને તેમાં પણ રાણીની વાવ અને વીર મેઘમાયાના સમાધી મંદિરે લોકોની ભીડ ઉમટી હતી અને મેળાવડા જામ્યો હતો. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે અંબાજીના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
વીરમેઘમાયાના દર્શને પહોંચેલા સી આર પાટીલે માસ્ક હાથમાં લઈને ફરતા દેખાયા હતા
કોરોના વચ્ચે પાટણમાં માસ્ક શોભા માટે રાખ્યા
ખુદ પાટીલ પણ માસ્કને શોભાના ગાંઠિયા બનાવી દીધા હતા. વીર મેઘમાયા મંદિરે દર્શન કરીને તેઓ હાથમાં માસ્ક લઈને જતા દેખાયા હતા. જ્યારે ત્યાં જ ઊભા કરાયેલા સમિયાણામાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા રમણલાલ વોરા તો માસ્ક મોંઢ સંતાડવા પહેર્યો હોય તેમ પહેયો હતો. પાટીલે એ સમયે માસ્ક પહેર્યો હતો, જો કે રમણલાલ વોરા અને ત્યાં હાજર કેટલાકે માસ્ક મોઢા પર ઢાંક્યા હતા, જ્યારે પાટીલ સામે ઊભેલા કાર્યકરે માસ્ક કઈ બલા હોય એમ પહેરવાનું નામ પણ લીધું ન હતું.
પૂર્વમંત્રી રમણલાલ વોરાએ તો માસ્ક પહેર્યો ખરો પણ મોંઢુ ઢાંકવા પૂરતો
હવે ઉત્તરમાં કોરોના ફેલાય તો નવાઈ નહીં
પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસને પગલે સાંસદ, ધારાસભ્યો, રાજકોટના મેયર સહિતના સંખ્યાબંધ ભાજપના પદાધિકારીઓ અને નેતાઓ કાર્યકરોને કોરોના થયો છે. ત્યારે ગઈકાલથી ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા થઈ રહ્યા છે. કોરોનાને અવગણવામાં આવી રહ્યો છે ત્યારે પાટીલના ઉત્તર ગુજરાતને પગલે ત્યાં કોરોનાના ફેલાય તો જ નવાઈ કહેવાશે.
પાટણમાં પાટીલની મુલાકાતને પગલે મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
સી આર પાટીલનો ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે કાર્યક્રમ
8-45 વાગ્યે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવની મુલાકાત
9-15 વાગ્યે પાટણ જિલ્લાના બાલીસણા ખાતે સ્વાગત
10-30 વાગ્યે ઊઁઝાના ઊમિયા મંદિરે દર્શન
12-50 વાગ્યે મહેસાણા શહેર દ્વારા સ્વાગત
5-00 વાગ્યે કલોલ શહેર ખાતે સ્વાગત
5-30 વાગ્યે ગાંધીનગરમાં જિલ્લા સંગઠન તેમજ વિવિધ શ્રેણીની બેઠકો