- નલિયામાં 3.2, ડીસામાં 6.7, રાજકોટમાં 8.5, ગાંધીનગરમાં 7.5, અમદાવાદમાં 8.5 અને કેશોદમાં 8.0 ડિગ્રીએ પહોંચ્યું
ઉત્તરનાં કાતિલ ઠંડા પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જયારે અન્ય તમામ શહેરનું તાપમાન 11થી 15 ડિગ્રીની વચ્ચે પહોંચતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડા પવનોની અસરોથી સમગ્ર રાજ્યમાં નલિયા 3.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. જયારે અમદાવાદમાં બે દિવસ ઠંડીનો પારો 8.4 ડિગ્રી ગગડ્યો છે.
17 શહેરોનું તાપમાન 12 ડિગ્રી નીચે
આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવનું જોર યથાવત રહેતાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ઉત્તરના કાતિલ ઠંડા પવનોથી સમગ્ર રાજ્ય કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યનાં 17 શહેરોનું લઘુત્તમ તાપમાન 12.0 ડિગ્રીની નીચે નોંધાયું છે. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવનું જોર યથાવત રહેતાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે, તેમજ 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડી બાદ ઠંડીનું જોર ઘટશે
29 ડિસેમ્બર – અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ
30 ડિસેમ્બર – અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ
31 ડિસેમ્બર – બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ
ક્યાં કેટલી ઠંડી?
કંડલા એરપોર્ટ | 5.5 |
કંડલા પોર્ટ | 9.1 |
સુરેન્દ્રનગર | 9.5 |
અમરેલી | 10 |
ભુજ | 10.2 |
પોરબંદર | 10.4 |
વિદ્યાનગર | 11 |
ભાવનગર | 11.2 |
વડોદરા | 11.2 |
દીવ | 11.5 |
મહુવા | 11.5 |