અમદાવાદ: હમેશા આત્મનિર્ભર રહેલા કોમ્પ્યુટર ટ્રેનિંગની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં ન ગણવા અને સોફ્ટવેર ટેકનોલોજી કંપની, આઇટી કમ્પની ગણવા સરકારશ્રીને અનુરોધ – હેમાંગ રાવલ
કોમ્પ્યુટર એજ્યુકેશન એસોશિયનમાં પ્રમુખ શ્રી હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવેલ છે કે અમારું એસોસિએશનએ સરકાર માન્ય રજિસ્ટ્રેશન ધરાબનાર એસોસિએશન છે
કોમ્પ્યુટર એજ્યુકેશનની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં ન ગણવા અને સોફ્ટવેર ટેકનોલોજી (IT Company) સ્કિલ સર્વિસ ગણવા વિનંતી માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, માનનીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા, માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને ઈમેલ દ્વારા આવેદન પત્ર મોકલી ને ન્યાયના હિતમાં સમર્થન આપવા માટે માગણી કરેલ છે જે પત્રમાં નીચે મુજબના મુદ્દા આવરી લેવાયા હતા
જૂનાગઢ પ્રભારી શ્રી રમણિક રાઠોડે જણાવ્યું હતું કે કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશન એ કોમ્પ્યુટર સ્કિલ ટ્રેનિંગ અને ઓનલાઈન ટ્રેનિંગ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ ક્ષેત્રે 37500 યક્તિઓનાં ભરણપોષણ આત્મનિર્ભરતાથી થાય છે. તેવી કોમ્પ્યુટર એજ્યુકેશનની કેટેગરીને નાણાકીય સહાય અને લોકડાઉન 4.0 મા એડમિશન તથા ટિચિગ ચાલુ કરવાની મંજુરી આપવાથી આપણા ગુજરાત રાજ્યમાં 2500 થી વધારે કોમ્પ્યુટર એજ્યુકેશન ના ક્લાસ આવેલા છે. દરેક ક્લાસમાં ઓછામાં ઓછા 10 કોમ્પ્યુટર આવેલા હોય છે અને દરેક ક્લાસમાં માલિક સાથે 2 સ્ટાફ મેમ્બરનો સમાવેશ થાય છે જેથી 2500 ક્લાસિસ પ્રમાણે ક્લાસ દીઠ 3 એટલે કુલ 7500 વ્યક્તિઓનાં કુટુંબોનું ભરણપોષણ થાય છે. જેથી આ 7500 જણનાં કુટુંબનો રોટલો વેકેશન દરમિયાનની બેચ પર આધાર રાખતો હોય છે. આ માટે સરકાર કોમ્પ્યુટર એજ્યુકેશનની કેટેગરીને સહાય કરે તેવી નમ્ર વિનંતી કરેલ છે
એસોસિયેશન સેક્રેટરી શ્રી નિખિલ પરીખે જણાવ્યું હતું કે જ્યારે કોમ્પુટર ક્લાસ ચલાવતા વ્યક્તિઓને ફક્ત આ વેકેશનનાં બે મહિના અથવા 4 મહિનામાં આખા વર્ષનું ખેડૂતની માફક કમાવાનું હોય છે. સાહેબ તે અગત્યના મહિનાઓ એટલે માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જે આ લોકડાઉનની અંદર જશે તેવું આપણને દેખાય છે. પરંતુ વિનંતિ કે કોમ્પુટર ક્લાસમાં કોચિંગ/ટ્યુશન ક્લાસની જેટલી સંખ્યા નથી હોતી દરેક ક્લાસમાં 10 કોમ્પ્યુટરની સરેરાશ પ્રમાણે દર કલાકે 10 વિદ્યાર્થીઓ કોમ્પુટર શીખતા હોય છે. તો પણ પૂરતી સંખ્યા હોતી નથી. સમગ્ર દેશમાં વર્ષોથી દરેક કોમ્પ્યુટર ક્લાસ 50 થી 60 ટકાની એબીલિટી પ્રમાણે આવક કરતો હોય છે એટલે કે સાહેબ અજાણતાં પણ સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ શકે તેમ છે. એટલે સાહેબ તમને વિનંતિ છે કે કોમ્પુટર ક્લાસની કેટેગરીને કોચિંગ/ટ્યુશન કેટેગરીમાં ન સમજો તો સારું.
અમદાવાદ પ્રભારી શ્રી રાકેશ પરમારે જણાવ્યું હતું કેકોમ્પ્યુટર ક્લાસની કેટેગરીને હાલના લોકડાઉન 4.0 ની અંદર ટિચિંગ અને એડમિશન પ્રોસિઝર ચાલુ કરવાની પરવાનગી આપો તો સારું .
CEA ઉપપ્રમુખ શ્રી સતીશ શાહ જણાવે છે કે આમ જોવા જઈએ તો સાહેબ તાર્કિક રીતે પણ ટ્યુશન ક્લાસને અમારી સ્કિલ ટ્રેનિંગ સાથે ન મૂલવી શકાય કોમ્પુટર ક્લાસમાં તો માત્ર 10 જ વિદ્યાર્થીઓ હોય છે. શહેરના કોઈ ક્લાસિસ હોય તો ત્યાં 20 કે 25 કોમ્પુટર હોય છે પરંતુ જેની સામે તેમની પાસે 800 થી 1000 સ્ક્વેર ફૂટની જગ્યા હોય છે અને તે સામે તે 50 ટકા લેવલથી કામ કરતો હોય એટલે આખા દિવસ દર કલાક પ્રમાણે 12 વિદ્યાર્થીઓ એક સમયમાં આવતાં હોય છે. જ્યારે ગ્રામીણ લેવલે તેજ સમયે 5 થી 10 વિદ્યાર્થીઓ આવતાં હોય છે. જે સરકાર શ્રીને પણ જાણમાં હશે. એટલે સાહેબ અમારી વારેઘડીએ નમ્ર વિનતી છે કે આપ આ માટે ઘટતું કંઈ કરો ને અમને ટ્યુશન ક્લાસિસની ગણતરીમાં ન ગણતાં કોમ્પુટર ક્લાસિસની કેટેગરીમાં ગણી કારણ કે અમે ખૂબ નાના ગ્રુપમાં કામ કરીએ છીએ એટલે કે એક કોમ્પ્યુટર પર એક વિદ્યાર્થી હોય છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સિગ જળવાઈ શકે તેમ છે ને એમાં માસ્ક પણ ફરજિયાત કરી શકીએ છીએ. ને અમે સેનીટાઇઝની પણ યોગ્ય વ્યવસ્થા કરીશું તેની ખાતેદરી પણ અમે તમને આપીએ છીએ.
સેક્રેટરી શ્રી રઈશ મુનશી જણાવે છે કે હાલમાં ધો 10, 12 અને કોલેજ વગેરેના પરિણામ આવી રહ્યા છે ત્યારે વાલી વિધાર્થીઓને અમારા સેન્ટર ઓનલાઈન ફોર્મ ભરવવામાં પણ મદદ કરતા હોય છે
ઝોનલ ટ્રેનિંગ હેડ શ્રી નિમેષ પટેલે જણાવ્યું હતું કે કોરોના થી જે શારીરિક નુકશાન તેના કરતાં પણ 37500 પરિવારો ની આર્થિક કે માનસિક સ્થિતિ વધારે બગડશે.
સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને ઉપપ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે કોમ્પુટર એજ્યુકેશનની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં ન ગણવા અને સોફ્ટવેર ટેકનોલોજી (IT Company) કંપનીમા ગણીને મજૂરી આપશો તો અમે સોશિયલ ડિસ્ટન્સિંગના દરેક નિયમો પાળવા બંધાયેલા રહીશું.