ફ્રાન્સમાં શુક્રવારે એક સ્કૂલની ઈતિહાસના શિક્ષકે વર્ગમાં અભિવ્યક્તિની આઝાદી અંગે ભણાવતાં વિદ્યાર્થીઓને મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવતાં 18 વર્ષના એક આતંકીએ શિક્ષિકાનું ગળું કાપી નાંખ્યું હતું. હુમલાખોરે ગળું કાપતા પહેલાં અલ્લાહુ-અકબરના સૂત્રો પોકાર્યા હતા.
જોકે, પાછળથી હુમલાખોર પણ પોલીસ આૃથડામણમાં માર્યો ગયો હતો. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ આ હત્યાને ઈસ્લામિક આતંકી હુમલો ગણાવ્યો હતો. આ ઘટના પછી ફ્રાન્સમાં ફરીથી ધાર્મિક આઝાદી મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પેરીસ નજીક કોન્ફ્લેન્સ સોં હોનોરી નામની એક સ્કૂલ બહાર શિક્ષક પર સૃથાનિક સમય મુજબ સાંજે પાંચ વાગ્યે હુમલો થયો હતો. હુમલાખોર યુવાને શિક્ષક પર ચાકુથી હુમલો કરી તેમનું માથું કાપી નાંખ્યું હતું. પોલીસ સાથેની આૃથડામણમાં 18 વર્ષીય હુમલાખોરને પોલીસે ગોળી મારી દીધી હતી.
પોલીસે આ કેસમાં એક સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા બધા જ શકમંદો આરોપી સાથે સીધી રીતે સંકળાયેલા છે અને તેમણે આરોપીને ભાગવામાં મદદ કરી હોવાનું પણ કહેવાય છે. શિક્ષક પર હુમલો કરનાર આતંકી રશિયાના ચેચેન્યાનો નિવાસી હોવાનું મનાય છે.
શિક્ષકની હત્યા પછી ફ્રાન્સમાં ફરીથી ધાર્મિક આઝાદી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ આ હુમલાને ઈતિહાસની હત્યા અને ઈસ્લામિક આતંકી હુમલો ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે આતંકીઓએ લોકશાહી વિરૂદ્ધ હુમલો કર્યો છે. મૈક્રોંએ ગયા સપ્તાહે જ ફ્રાન્સમાં ધર્મનિરપેક્ષ મૂલ્યોને બચાવવા માટે સખત કાયદો લાવવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે શિક્ષકના પરિવારની મુલાકાત લીધી હતી.
ફ્રાન્સની સંસદેમૃત શિક્ષકને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને તેને ‘બર્બર આતંકી હુમલો’ ગણાવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે ઈતિહાસના શિક્ષકે વર્ગમાં અભિવ્યક્તિની આઝાદી અંગે ચર્ચા કરતાં વિદ્યાર્થીઓને કેટલાક વર્ષ અગાઉ ફ્રેન્ચ મેગેઝિન શાર્લી હેબ્દોમાં પ્રકાશિત થયેલું મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવ્યું હતું.
ફ્રેન્ચ મીડિયા મુજબ શરૂઆતમાં કેટલાક મુસ્લિમ વાલીઓએ આ અંગે શિક્ષકની ફરિયાદ પણ કરી હતી. શિક્ષક પર હુમલા પછી શાર્લી હેબ્દોએ ટ્વીટ કરી હતી કે, અસહિષ્ણુતા એક નવી ટોચે પહોંચી ગઈ છે અને એવું લાગે છે કે આપણા દેશમાં આતંકના પ્રસારને કોઈ રોકી શકે તેમ નથી. પેરીસમાં વર્ષ 2015માં મેગેઝિન શાર્લી હેબ્દો પર થયેલા હુમલામાં બે જેહાદી હુમલાખોરોની મદદના આરોપમાં 14 લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે.
શાર્લી હેબ્દો મેગેઝિનમાં મોહમ્મદ પયગંબરનું કાર્ટુન પ્રકાશિત કરવાની ઘટનામાં પ્રખ્યાત કાર્ટુનિસ્ટ સહિત 12 લોકોના મોત થઈ ગયા હતા. થોડાક દિવસ પછી પેરીસમાં અન્ય એક હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાઓ પછી ફ્રાન્સમાં અનેક કટ્ટરવાદી હુમલાઓ થયા હતા. શિક્ષક પર હુમલો પણ એવા સમયે થયો છે જ્યારે શાર્લી હેબ્દો હુમલા કેસની સુનાવણી ચાલી રહી છે.