અમેરિકામાં બંદૂકરાજ યથાવત:કોલોરાડોના સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત

World

અમેરિકાના બોલ્ડરમાં એક શંકાસ્પદ આરોપીએ સોમવારે સુપર માર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોલોરાડોના કિંગ સુપર માર્કેટમાં થયેલી ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. તેમાં એક લોકલ પોલીસ અધિકારી પણ સામેલ છે. પોલીસેે મામલામાં એક શંકાસ્પદની અટકાયત કરી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં શંકાસ્પદ ગણાતા વ્યક્તિને ઝડપી લેવાયો છે.
આ ઘટનામાં શંકાસ્પદ ગણાતા વ્યક્તિને ઝડપી લેવાયો છે.

આ શંકાસ્પદ હુમલાખોર પણ પોલીસ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો છે.આ ગોળીબારની ઘટના વિશે હાલ બોઉલ્ડર પોલીસ વધુ વિગત આપી શકી નથી.

હુમલાખોરે ગોળીબાર કયા હેતુથી કર્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. કોલોરાડોની કિંગ્સ શોપર્સ સુપરમાર્કેટમાં થયેલા ગોળીબારની ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. એક પોલીસકર્મીને પણ ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા છે.

ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે સુપર માર્કેટ ફ્લોર પર ઘાયલ અવસ્થામાં તેણે અનેક લોકોને જોયા હતા. જો કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેનો ચોક્કસ આંકડો તે વ્યક્તિ જણાવી શકી નહોતી.

ઘટનાને નજરે નિહાળનારા એક વ્યક્તિ ડીન શિલરે કહ્યું હતું કે તેણે ગોળીબારના અવાજ સાંભળ્યા અને ત્રણ લોકોને નીચે પડી જતા જોયા હતા.
ઘટનાને નજરે નિહાળનારા એક વ્યક્તિ ડીન શિલરે કહ્યું હતું કે તેણે ગોળીબારના અવાજ સાંભળ્યા અને ત્રણ લોકોને નીચે પડી જતા જોયા હતા.

બોઉલ્ડરમાં આવેલી સુપરમાર્કેટમાં આ ઘટનાને નજરે નિહાળનારા એક વ્યક્તિ ડીન શિલરે કહ્યું હતું કે તેણે ગોળીબારના અવાજ સાંભળ્યા અને ત્રણ લોકોને નીચે પડી જતા જોયા હતા. જેમાં બે પાર્કિંગ લોટમાં ગોળી વાગવાથી ઢળી પડ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને દરવાજા પાસે ગોળી વાગી હતી. શિલરે કહ્યું હતું કે ગોળી વાગી એ લોકો જીવિત છે કે નહીં એ ખબર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *