- કોરોના વાઈરસના કારણે ઈટલીમાં 6 કરોડ લોકો ઘરમાં કેદ, મંગળવારે સૌથી વધારે 168 લોકોના મોત
- અમેરિકામાં 29 લોકોના મોત, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સે ક્લીવલેન્ડમાં રેલી રદ કરી
રોમ/ બેઈજિંગ/લંડનઃ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી અને કંજર્વેટિવ સાંસદ નાદિન ડોરિસ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તે દેશના પહેલા સાંસદ છે, જેમાં સંક્રમણની પુષ્ટી કરાઈ છે. બીબીસીએ બુધવારે જણાવ્યું કે, તેમણે ઘરમાં જ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની બારિકાઈથી તપાસ ચાલી રહી છે. બ્રિટનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે, જ્યારે 382 કેસની પુષ્ટી કરાઈ છે. સ્વાસ્થ્ય અધિકારી એવા લોકોને ટ્રેસ કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય મંત્રીના સંપર્કમાં આવ્યા હતા.
અમેરિકાએ કોરોના વાઈરસના કારણે મંગળવારે ઈરાનથી તમામ અમેરિકન કેદીઓને મુક્ત કરવાની માંગ કરી છે. ઈરાનની જેલમાં પણ કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, જો ઈરાનમાં કોઈ અમેરિકનનું મોત થશે તો તેના માટે સરકાર જવાબદાર હશે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, બગડતી પરિસ્થિતિ વચ્ચે 70 હજાર કેદીઓને મુક્ત કરવામાં ઘણું મોડું કર્યું છે. તેહરાન પ્રકોપનો નિવેડો લાવવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. અહીંયા સ્થિતિ ખરાબ થઈ હઈ છે. ઈરાનમાં મંગળવારે 24 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 291 લોકોના મોત થયા છે, જ્યારે 8,042 સંક્રમિત થયા છે.
ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 3158 લોકોના મોત
- બેઈજિંગ, 11 માર્ચ (સ્પૂતનિક) ચીનમાં ખતરનાક કોરોના વાઈરસથી મરનારાઓની સંખ્યા વધીને 3158 થઈ ગઈ જ્યારે 80,770 લોકો આ વાઈરસથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત 61,000 દર્દીઓના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- રાજ્ય સ્વાસ્થ્ય સમિતિએ બુધવારે આ માહિતી આપી હતી. સમિતિએ કહ્યું ‘રાજ્ય સ્વાસ્થય સમિતિએ દેશના 31 પ્રાંતમાં મળેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી 80,778 લોકોના કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટી કરાઈ છે અને અત્યાર સુધી 16,145 દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 4492ની સ્થિતિ ગંભીર છે. લગભગ 61,475 દર્દીઓના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે’
- સમિતિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં જોકે દેશભરમાં કોરોના વાઈરસના 24 કેસ નોંધાયા છે. અને 1578 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તથા આ દરમિયાન 22 લોકોના મોત થયા છે. ઘણા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
- મહત્વનું છે કે, ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી પગ પેસારો કરનારા જીવલેણ કોરોના વાઈરસના સંકજામાં વિશ્વના 104ના વધારે દેશ આવ્યા છે અને આનાથી મૃતકોની સંખ્યા 4270 થઈ ચુકી છે જ્યારે 118,129 લોકો આ વાઈરસથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે.