લો… હવે રસીના બે નહીં, ત્રણ ડોઝ લેવા પડશે!:USની કંપની મોડર્નાના CEOની ચેતવણી; નવા વેરિયન્ટથી બચવા રસીના 3 ડોઝ લેવા પડશે

World
  • રસીકરણમાં બે-ત્રણ મહિના મોડું થશે તો હોસ્પિટલો ભરાશે

અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે રવિવારે કહ્યું હતું કે વધુ ને વધુ લોકોને કોરોનાના નવા વેરિયન્ટના જોખમથી બચવા માટે બૂસ્ટર શોટ તરીકે કોરોનાનો ત્રીજો ડોઝ લેવો જરૂરી છે. એ જ બધાને કોરોના સંક્રમણના જોખમથી બચાવશે.

ઉનાળાના અંત સુધી ત્રીજો ડોઝ આપવો
બેન્સલનું માનવું છે કે તેમની વેક્સિન એક ચોક્કસ સમય સુધી અસરકારક હશે. એ સિવાય કોરોનાના આવનારા નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે. આ જ કારણસર આપણે ચાલુ વર્ષના ઉનાળાના અંત સુધી તમામને રસીનો ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ. ખાસ કરીને ડૉક્ટર અને નર્સ સહિતના એ ફ્રન્ટલાઈનવર્કર્સને ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ, જેમણે આ વર્ષની શરૂઆતમાં મોડર્ના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

બે-ત્રણ મહિના મોડું થયું તો હોસ્પિટલ ભરાશે
આ અમેરિકન ફાર્મા કંપનીના વડા બેન્સલે એવી પણ ચેતવણી આપી છે કે નબળા લોકોને રસી નહીં ના આપવી જોઈએ, પરંતુ તમામ વયસ્કો અને કિશોરોને બૂસ્ટર ડોઝ આપી દેવો જોઈએ. આ રસીકરણમાં બે મહિનાથી વધુ કે ત્રણ મહિના જેટલું મોડું થશે તો હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા વધી શકે છે. એટલું જ નહીં, કોરોના સંક્રમિતોનો મૃત્યુઆંક પણ વધી શકે છે. આ સ્થિતિથી કેટલાક દેશોમાં કોરોનાની ચોથી લહેર પણ આવી શકે છે. દુનિયાભરમાં અત્યારસુધીમાં આશરે નવ કરોડ લોકોને મોડર્ના વેક્સિન અપાઈ છે. ફ્રાંસની કુલ વસતિના લગભગ 14%ને કોરોનાના બંને ડોઝ આપી દેવાયા છે, જ્યારે 3.15 કરોડ લોકોને એનો એક ડોઝ અપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *