સંક્રમણ:કોરોનાની બીજી વેવમાં અમદાવાદનો જોધપુર વિસ્તાર ‘હોટસ્પોટ’, 1 માસમાં સૌથી વધુ 750 કેસ, અત્યારસુધીમાં 1406ને સંક્રમણ

Gujarat
  • પ્રથમ વેવમાં ‘હોટસ્પોટ’ રહેલા જમાલપુરમાં છેલ્લા મહિનામાં માત્ર 12 કેસ
  • બોડકદેવ, નવરંગપુરા, નારણપુરા સહિત 10 વોર્ડમાં 200થી વધુ કેસ
  • 11 વોર્ડ એવા છે, જેમાં 1 મહિનામાં 50થી પણ ઓછા કેસ નોંધાયા છે
  • અત્યારસુધીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8858 કેસ નોંધાયા છે

શહેરનો સૌથી પોશ વિસ્તાર જોધપુર કોરોનાનું હોટસ્પોટ બની ગયો છે. નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ અહીં નોંધાયા છે. જ્યારે માર્ચથી અત્યાર સુધીમાં પણ સૌથી વધુ 1406 કેસ પણ આ જ વોર્ડમાં નોંધાયા છે. એક સમયે જૂન સુધી જમાલપુરમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા.

બીજી તરફ છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે. જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે.

જો કે, ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે. જ્યારે 10 દર્દીના મોત થયા છે. બે વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે.

કોરોનાના નામે 450 કરોડનો ખર્ચ પણ,પારદર્શિતા નથી : દિનેશ શર્મા
પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો હતો કે, અત્યાર સુધી મ્યુનિ.એ કોરોનાના નામે 450 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં માસ્ક, સેનિટાઈઝર, પીપીઈ કિટ સહિતની ખરીદી કરી છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડના નાણાં ચૂકવ્યા છે. પણ આ તમામ બાબતોમાં કોઈ પારદર્શિતા દેખાતી નથી. કેટલાક અધિકારીઓએ મહામારીના નામે મોટું કમિશન પણ લીધું છે.

48 વોર્ડમાંથી 13 વોર્ડમાં કુલ કેસની સંખ્યા 1 હજારને પાર, છેલ્લા 1 મહિનામાં અસારવામાં માત્ર 30 કેસ, પણ મૃત્યુ 4

વિસ્તારકેસમૃત્યુકુલ કેસ
અસારવા304650
દરિયાપુર101740
જમાલપુર1211158
ખાડિયા532780
શાહીબાગ1991990
શાહપુર21702
અમરાઈવાડી351732
ભાઈપુરા274613
ગોમતીપુર102668
નિકોલ286101105
ઓઢવ553607
રામોલ-હાથીજણ422610
વસ્ત્રાલ1132721
વિરાટનગર262624
બાપુનગર513746
ઈન્ડિયા કોલોની491703
કુબેરનગર563511
નરોડા1153812
સૈજપુરબોઘા622619
સરસપુર-રખિયાલ745757
સરદારનગર1024630
ઠક્કરબાપાનગર723657
બોડકદેવ42521117
ચાંદલોડિયા18131030
ઘાટલોડિયા28921119
ગોતા30221105
થલતેજ3221028
બહેરામપુરા132725
દાણીલીમડા151713
ઈન્દ્રપુરી651738
ઈસનપુર1216751
ખોખરા667654
લાંભા523660
મણિનગર24171034
વટવા1014992
બોપલ-ઘુમા46508
જોધપુર75031406
મક્તમપુરા292648
સરખેજ77622
વેજલપુર1263943
ચાંદખેડા1894978
નારણપુરા25531210
નવા વાડજ881713
નવરંગપુરા32351096
પાલડી34451106
રાણીપ19431110
સરદારપટેલ સ્ટેડિયમ1811810
સાબરમતી733805
વાસણા1497940

નોંધ : કેસ અને મૃત્યુના આંકડા 29 નવેમ્બર સુધી અને કુલ કેસ માર્ચથી નવેમ્બર સુધીના છે.

ઝોનવાર આંકડા

મધ્ય5090
પૂર્વ5483
ઉત્તર5296
ઉ. પશ્ચિમ5441
દક્ષિણ6101
દ. પશ્ચિમ4427
પશ્ચિમ8858

નોંધ : ઝોનવાર આંકડા 22 નવેમ્બર સુધીના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *