જે સમુદાયના લોકોનું અપહરણ કરાયું તે ભારતીય આર્મી સાથે પોર્ટર તરીકે કામ કરતા હતા. સ્થાનિક પત્રકાર ઈરાની સોનોવાલના જણાવ્યા મુજબ 36 લોકોની ટીમ જંગલમાં ગઈ હતી. તેમાંથી 5ને પીએલએ દ્વારા ભારતીય સરહદની અંદરથી ઝડપી લેવાયા હતા. આ તમામ કદાચ ભારતીય સેનાના પોર્ટર હતા. પાંચ મહિના પહેલા પણ ચીની સેનાએ એક યુવકનું અપહરણ કર્યું હતું.
રવિવારે સવારે રિપોર્ટ મળ્યા પછી કંઈક ખબર પડશે: એસપી
એસપી તરુ ગુસ્સરે કહ્યું કે તેમણે નાચો પોલીસચોકીના પ્રભારીને આ વિસ્તારમાં તપાસ માટે મોકલ્યા છે. જોકે રિપોર્ટ રવિવારે સવાર સુધીમાં આવશે. જે 5 લોકોનું અપહરણ થયું હોય કહેવાય છે તેમના નામ તોચસિંગ કામ, પ્રસાત રિંગલિંગ, ડોંગતુ ઈદિયા, તનુ બાકર અને નગારુ દિરી છે.
આર્મી ઓફિસરને મળ્યા કુટુંબીજનો, કહ્યું- મામલો ગંભીરતાથી લો
અપહરણ કરાયેલા 5 લોકો તાગીન સમુદાયના છે. આ લોકો જંગલમાં શિકાર માટે ગયા હતા ત્યારે ચીની આર્મીએ તેમનું અપહરણ કર્યું હતું. શનિવારે સવારે પીડિત લોકોના પરિવારને આર્મી તથા અન્ય અધિકારીઓની મુલાકાત કરી હતી. તેમને અધિકારીઓને આ મામલો ગંભીરતાથી લેવા અપીલ કરી હતી.
તાગિન સમુદાયના છે છોકરાઓમીડિયા રિપોર્ટ્સ અનુસાર અપહરણ કરાયેલા પાંચેય છોકરા તાગિન સમુદાયના છે. ચીની સૈનિકો તેમને નાછો વિસ્તારના જંગલમાંથી લઈ ગયા. આ વિસ્તાર સુબાનસિરી જિલ્લામાં આવે છે. આ ઘટનાની જાણકારી એક સગા દ્વારા સામે આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યએ ટ્વિટ કર્યું હતું. અપહરણ કરવામાં આવેલ પાંચેય છોકરાઓનું નામ ટોક સિંગકામ, પ્રસાત રિંગલિંગ, દોન્ગતું ઈબિયા, તાનુ બેકર અને નાગરૂ દિરી છે. આ લોકોની સાથે ગામના અન્ય બે લોકો પણ હતા, પણ તેઓ ભાગવામાં સફળ થયા હતા.