હ્રદયદ્રાવક સંદેશો:આર્થિક ભીંસમાં ઝેર પી જીવન ટૂંકાવનાર માતાએ લખ્યું, ‘તમારી મા જાય છે, તમને હું પ્રેમ કરું છું, મને માફ કરજો અને દાદા કને હાલ્યા જજો’

Gujarat
  • આર્થિક ભીંસમાં ઝેર પી જીવન ટુંકાવનાર પરિણીતાની મળી સુસાઇડ નોટ
  • પતિ હોસ્પિટલ બીછાને જીવન મરણ વચ્ચે ખાય છે ઝોલા
  • પુત્ર અને પુત્રીને સંબોંધીને લખેલી અંતિમ પત્રમાં વેદના ઠાલવી

કુકમા ગામે આર્થિક ભીસને લીધે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં જેમાં પત્નિનું મોત થયું હતનું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તો બીજી તરફ મરતાં પૂર્વે માતાએ પુત્ર-પુત્રીની માફી માગી દાદા પાસે ચાલ્યા જવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. કરૂણા ઉપજાવનાર આ ઘટનાને પગલે હતભાગીના પરિવારજનો સહિત સગા સબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગુરૂવારે સાંજે કુકમા ગામે રહેતા મીનાબેન હિતેશભાઇ પ્રજાપતિ અને હિતેશભાઇ પ્રજાપતિએ સજોડે ઝેરી દવા પી મોતનો માર્ગ પકડ્યો હતો. દુર્ભાગ્યવશ 34 વર્ષીય મીનાબેનને સારવાર પહેલા મોત આંબી ગયું હતું. પોલીસ તપાસ દરમિયાન હતભાગી મીનાબેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં પુત્ર મયંક અને પુત્રી નંદનીને ઉદેશીને હતભાગી માતાએ લખ્યુ છે કે, તમારી માતા જાય છે મને માફ કરજો તમારું ધ્યાન રાખજો, બેટી ભાઇનું ધ્યાન રાખજે મમ્મી તમને પ્રેમ કરે છે. દાદા પાસે ચાલ્યા જજો, તેમજ હતભાગી મહિલાએ તેમના માતા પિતાને પણ સુસાઇડ નોટમાં જણાવ્યું છે. કે, મને માફ કરજો હું જીંદગીથી કંટાળી ગઇ છું. એટલે હું જાઉ છું. મારી મરજીથી જાવા માગું છું આમા કોઇનો દોષ નથી.બસ દાકી ગઇ છું મને માફ કરી દેજો તમારી મીના શીવમ મીસ યું’, તેવી વિગતો સુસાઇડ નોટમાં લખી છે. તો, ગંભીર હાલત તળે મરણ જનારનો પતિ હિતેશ પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહયો છે. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *