કિશનની મુરલીથી મોટેરા મંત્રમુગ્ધ:ડેબ્યુમાં ફિફ્ટી ફટકારનાર ઝારખંડ બોય ઈશાન કિશનના નામે 5 રેકોર્ડ, સહેવાગે કહ્યું કિશનની વિસ્ફોટક બેટિંગથી યુવા ધોની યાદ આવ્યો

Sports

  • સહેવાગે કહ્યું, ઝારખંડના કોઈ યુવાએ ઉપર બેટિંગ કરવા આવીને ધમાલ કરી હોય, આવું પહેલાં પણ થયું છે

ભારતે ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 165 રનનો પીછો કરતાં 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. તો પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝારખંડના ખેલાડી ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ઈશાન કિશને ડેબ્યુમાં શાનદાર ફિફટી મારી છે, આ ઉપરાંત અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ઈશાન કિશને 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા. તે આદિલ રાશિદની બોલિંગમાં LBW થયો હતો. આ સાથે જ કિશન ડેબ્યુ T-20 મેચમાં ચાર સિક્સ મારનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે. કિશને કેપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી.

ઈશાન કિશન ડેબ્યુમાં ફિફ્ટી ફટકારી, પ્રથમ મેચમાં સૌથી વધુ સિક્સ બનાવવાનો રેકોર્ડ બન્યો આ ઉપરાંત પહેલી મેચમાં જ મેન ઓફ ધ મેચ બનાવવાનો રેકોર્ડ પણ ઝારખંડના આ ખેલાડીએ પોતાના નામે કર્યો છે. ઈશાન કિશને ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન ફટાકારનાર ખેલાડીની યાદીમાં પણ આવી ગયો છે. આ ઉપરાંત ઈશાંત કિશને T-20માં સૌથી યંગેસ્ટ ઓપનર ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન બનાવ્યું છે.

કિશનની ડેબ્યુ પર ફિફટી
ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવતા ડેબ્યુ પર શાનદાર ફિફટી મારી. તેણે 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા. તે આદિલ રાશિદની બોલિંગમાં LBW થયો હતો. તેણે કપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. તેમજ કિશન ડેબ્યુ T-20 મેચમાં ચાર સિક્સ મારનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે.

ભારત માટે T-20 ડેબ્યુ ઇનિંગ્સ પર ફિફટી મારનાર ખેલાડીઓ

  • 61 અજિંક્ય રહાણે v ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર 2011
  • 56 ઈશાન કિશન v ઇંગ્લેન્ડ, અમદાવાદ 2021
  • 50 રોબિન ઉથપ્પા v પાકિસ્તાન, ડરબન 2007
  • 50* રોહિત શર્મા v સાઉથ આફ્રિકા, ડરબન 2007

T20 ડેબ્યુમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

  • ઈશાન કિશને ઈંગ્લેન્ડ સામે 4 સિક્સ ફટકારી
  • મુરલી વિજયે અફઘાનિસ્તાન સામે 3 સિક્સ મારી હતી
  • રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ મેચમાં 3 સિક્સ મારી હતી
  • આશિષ નેહરાએ શ્રીલંકા સામે ડેબ્યૂ મેચમાં 2 છગ્ગા માર્યા હતા.
ડેબ્યુ કેપ સાથે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન.

ડેબ્યુ કેપ સાથે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન.

કિશને ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન કર્યા
ઈશાન કિશને વધુ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે.
તેણે કુલ રનના 78.57% રન બાઉન્ડરી દ્વારા બનાવ્યા. અગાઉ ICCની ફૂલ ટાઇમ મેમ્બર્સ ટીમ વચ્ચેની મેચમાં આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના એન્ટોન દેવસિચના નામે હતો. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 2013માં 59માંથી 46 રન એટલે કે 77.97% રન બાઉન્ડરી દ્વારા બનાવ્યા હતા. કિશને આજે 56માંથી 44 એટલે કે 78.57% બાઉન્ડરી દ્વારા બનાવ્યા છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન (78માંથી 60) એટલે કે 76.92% સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે.

પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનારા ખેલાડીઓ
ઈશાન કિશને ડેબ્યુ મેચમાં મોરલી વગાડી બ્રિટિશ બોલર્સના છક્કા છોડાવી દિધા છે. ત્યારે પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન બદલ ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો છે. આ પહેલાં વર્ષ 2013માં મોહિત શર્માને ઝિમ્બાબ્વે સામેની ડેબ્યુ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તો 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે પૃથ્વી શો, 2019માં નવદીપ સૈનીને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ મેચમાં મેન ઓફ મેચ જાહેર કરાયા હતા.

T-20માં ભારતીય સૌથી યંગેસ્ટ ઓપનરનો રેકોર્ડ
ઈશાંત કિશન પહેલી મેચમાં ઓપનિંગમાં આવીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઈશાંત કિશન ત્રીજો સૌથી યંગેસ્ટ ઓપનર બન્યો છે. ઈશાંત કિશન રવિવારની મેચમાં જ્યારે ઓપનર તરીકે રમવા આવ્યો ત્યારે તે 22 વર્ષ અને 239 દિવસનો હતો. આ પહેલાં રોહિત શર્મા 22 વર્ષ 37 દિવસનો હતો ત્યારે ઓપનર તરીકે આવ્યો હતો. તો વિરાટ કોહલીએ જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે તે 22 વર્ષ અને 65 દિવસનો હતો. અજિંક્ય રહાણે પણ 23 વર્ષ 86 દિવસનો હતો ત્યારે તેને T-20માં ઓપનિંગ કર્યું હતું.

ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી.
ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *