પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું- બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ હારશે તો પણ નારાજ નહિ થાય

Gujarat Politics Politics
  • પક્ષમાં નારાજગી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાસ્કર સાથે વાત કરી
  • અમારી અપેક્ષાની રજૂઆત કરવા દિલ્હી જવું પડ્યું હતું: અમિત ચાવડા

અમદાવાદ: કોંગ્રેસ વતી રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા ઉમેદવાર શક્તિસિંહ, બીજા ઉમેદવાર ભરતસિંહ છે. આથી ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન સાથે હવે સોલંકીનો સીધો જંગ થશે. મતોના ગણિત મુજબ જો કોંગ્રેસના ધારાસભ્યો તૂટે તો ભરતસિંહ સોલંકી જ હારે અને હાર થશે તો પણ તેઓ નારાજ નહીં થાય તેવું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ‘દિવ્ય ભાસ્કર’ના ચિંતન આચાર્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સવાલ: બે ઉમેદવાર છે, તો કોના માટે રસાકસી ચાલી રહી છે?
અમિત ચાવડા: 
હાલ શક્તિસિંહ ગોહિલ પહેલા ઉમેદવાર છે અને ભરતસિંહ બીજા ઉમેદવાર છે, તેથી બીજા ઉમેદવાર માટે રસાકસી થશે.
સવાલ: માની લો કે ભરતસિંહ સોલંકી હારી જાય તો, શું થાય?
અમિત ચાવડા:
 તો પણ કોઈ નિરાશા કે નારાજગીનો પ્રશ્ન નથી. પણ અમારી ગણતરી પાક્કી છે. અમારા બંને ઉમેદવારો જીતશે.
સવાલ: મંગળવારે કેમ રમખાણ થયું, એક જ ઉમેદવાર મૂકવાની વાત હતી તો ઉમેદવારો દિલ્હી પહોંચ્યા પછી તે કઈ રીતે ફરી ગઈ, ટ્વીસ્ટ ક્યાં આવ્યો?
અમિત ચાવડા: 
જયપુરમાં તમામ ધારાસભ્યો અને નેતાઓના અભિપ્રાય લેવાની કવાયત થઈ અને આ રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપાયો. હાઈ કમાન્ડ નિર્ણય લેતાં પહેલાં સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લે અને તેને લઈને અમારી જે અપેક્ષા હતી તેની રજૂઆત કરવા ત્યાં ગયા હતા. અમે અમારી જીતની રણનીતિ પણ હાઈ કમાન્ડને જણાવીને મનાવી શકીએ તે માટે બધા ગયા હતા.
સવાલ: હાલ સંખ્યાબળ જોતાં કોંગ્રેસ પાસે જરૂરી મત બીજા ઉમેદવાર પાસે ઓછા છે, તો કેવી રીતે બંને જીતે?
અમિત ચાવડા: 
ભાજપના ત્રીજા ઉમેદવાર અને કોંગ્રેસના બીજા ઉમેદવાર વચ્ચે હરીફાઈ છે, તેમાં અમારી પાસે વધુ મત છે. તેમના 31, અમારી પાસે 33 છે. તે સિવાય એનસીપી અને બીટીપીના અલગ. અમારી હાઈ કમાન્ડ લેવલે તેમની સાથે વાતચીત ચાલે છે. બીજા પણ સોર્સીસ છે, જેનાથી મત મેળવીશું.
સવાલ: ભાજપ હજુ તમારા સભ્યો તોડે તો શું કરશો?
અમિત ચાવડા: 
મીડિયા મારફતે ભાજપે હાઉ ઊભો કર્યો છે. અમારા ધારાસભ્યો એકમત છે અને અમે સંયુક્ત નિર્ણય લીધો છે કે, બંને લડે અને અમારે અમારા બીજા ઉમેદવારને પણ જિતાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *