અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ઈવાંકા ટ્રમ્પની સહયોગી સંક્રમિત; ઈટાલીમાં મૃત્યુઆંક 30 હજાર પાર

World
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40.13 લાખ કેસ, 2.76 લાખ લોકોના મોત
  • ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત; ચીનમાં માત્ર 15 એક્ટિવ કેસ

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. શુક્રવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી કેટી મિલરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મિલર વ્હાઈટ હાઉસની બીજી મોટી અધિકારી છે. જો કે તે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પના સંપર્કમાં આવી ન હતી. કોરોનાને લઈને વ્હાઈટ હાઉસમાં વધારે સાવધાની રખાઈ રહી છે.

અમેરિકાના ન્યૂયોર્કની તસવીર. તસવીરમાં મહિલાઓ નજરે પડે છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 13 લાખ 21 હજાર 785 કેસ નોંધાયા છે. જેમા 78 હજાર 615 લોકોના મોત થયા છે. 

વ્હાઈટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અને ગ્લોબલ ઈકોનોમી અંગે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે. 

અમેરિકાએ ચીનના પત્રકારોના વીઝાની સમયમર્યાદા ઘટાડી
શુક્રવારે અમેરિકાએ ચીનના પત્રકારોના વીઝાની સમયમર્યાદા ઘટાડી છે. હવે તેઓ માત્ર ત્રણ મહિના માટે અમેરિકાના વીઝા લઈ શકશે. હાલ વિદેશી મીડિયાના પ્રતિનિધિઓ માટે સમયમર્યાદા નથી. પણ ચીનના પત્રકારોને આ લાગું પડશે નહીં.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં બેકરી બહાર ઉભેલા ગ્રાહકો.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત થયા છે. આ સાથે અહીં કુલ મૃત્યુઆંક 26 હજાર 200 થયો છે. અહીં 17 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે ધીમે હવે તેમા છૂટ અપાઈ રહી છે.
હોંગકોંગમાં શુક્રવારે તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલ માત્ર 15 જ એક્ટિવ કેસ છે.

લંડનમાં લોકડાઉન વચ્ચે ડોગીને લઈને બહાર નિળેળલી વ્યક્તિ.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા1,321,78578,615
સ્પેન260,11726,299
ઈટાલી217,18530,201
બ્રિટન211,36431,241
રશિયા187,8591,723
ફ્રાન્સ176,07926,230
જર્મની170,5887,510
બ્રાઝીલ146,89410,017
તુર્કી135,5693,689
ઈરાન104,6916,541
ચીન82,8874,633
કેનેડા66,4344,569
પેરુ61,8471,714
ભારત59,6951,985
બેલ્જિયમ52,0118,521
નેધરલેન્ડ42,0935,359
સાઉદી અરબ35,432229
મેક્સિકો31,5223,160
સ્વિત્ઝરલેન્ડ30,2071,823
પોર્ટુગલ27,2681,114
પાકિસ્તાન26,435599
ચીલી25,972294
સ્વીડન25,2653,175
આયર્લેન્ડ22,5411,429
મોસ્કોની હોસ્પિટલમાં સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે.

ઈટાલીમાં મૃત્યુઆંક 30 હજાર પાર
ઈટાલીમાં અત્યાર સુધીમાં 30 હજાર 201 લોકોના જીવ ગયા છે. શુક્રવારે અહીં 243 લોકોના મોત થયા હતા. ઈટાલીમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ નોંધાયો હતો.  ઈટાલીમાં કુલ 2 લાખ 17 હજાર 185 કેસ નોંધાયા છે. 

કુવૈતમાં ત્રણ સપ્તાહ કર્ફ્યુ
કુવૈતમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશભરમાં ત્રણ સપ્તાહ માટે કર્ફ્યુ મૂકાયો છે, જે 30 મે સુધી ચાલું રહેશે. કુવૈતમાં અત્યાર સુધીમાં 7 હજાર 208 કેસ નોંધાયા છે અને 47 લોકોના મોત થયા છે.

બ્રિટનમાં આવનારને 14 ક્વોરન્ટિન કરાશે
બ્રિટનમાં વિદેશથી આવનાર લોકોને 14 દિવસ ક્વોરન્ટિન કરાશે. સરકારે તમામ એરલાયન્સને આ વાત કહી છે. વિદેશમાંથી આવનારે પોતાના ઘરમાં સેલ્ફ આઈસોલેટ રહેવું પડશે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 364 પોઝિટિવ કેસ છે અને 31 હજાર 241 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *