- દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.3% અને રિકવરી રેટ વધીને 29.9 દિવસ થયો
- કોરોનાના સામાન્ય લક્ષણ વાળાઓને 10 દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાશે, ડિસચાર્જ પહેલા ટેસ્ટ જરૂરી નથી
નવી દિલ્હી. દેશમાં 62 હજાર 808 લોકો કોરોના સંક્રમિત છે. શનિવારે CRPFના 62, CISFના 13 અને ITBPના 6 જવાનોમાં સંક્રમણની ખાતરી થઇ હતી. ITBPમાં અત્યારસુધી પોઝિટિવ આવેલા બધા 100 જવાન દિલ્હીમાં છે. દેશભરમાં અર્ધસૈનિક દળોમાં 600થી વધુ સંક્રમિત કેસ છે જેમાં 95 ટકા દિલ્હીમાં છે. અત્યારસુધી BSFમાં લગભગ 200, CRPFના 234, CISFના 48 જવાન પોઝિટિવ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ કેરમાં જમા થયેલા ફન્ડની ઓડિટની માંગણી કરી છે. તેમણે ટ્વિટ કર્યું- પીમ કેરમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ અને રેલવેએ મોટી રકમ દાનમાં આપી છે. તેથી એ જરૂરી છે કે વડાપ્રધાન આ રકમના ખર્ચાની પૂરી જાણકારી લોકોને જણાવે.
અપડેટ્સ
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોની મદદ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, આન્ધ્રપ્રદેશ અને તંલગાણામાં ટીમ મોકલી છે. રેડ ઝોનમાં મોકલવામાં આવેલી 20 ટીમોથી આ ટીમ અલગ છે. તે સિવાય મહારાષ્ટ્રમાં પણ કેન્દ્ર તરફથી એક ટીમ પહેલાથી જ કામ કરી રહી છે.
- કોરોનાની રસી તૈયાર કરવા માટે ICMR તરફથી પ્રયત્નો ચાલુ છે. કાઉન્સિલ હવે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મળીને તેના પર કામ કરશે.
- કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને શનિવારે જણાવ્યું કે 7મેના ખાડી દેશોથી પરત આવેલા બે ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી એક દુબઈથી કોઝિકોડ અને બીજો અબુધાબીથી કોચી આવ્યો હતો. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 505 થઇ ગઇ છે. અત્યારે 17 દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ITBPના 6 જવાનોમાં સંક્રમણ સામે આવ્યું છે. દિલ્હીમાં ITBPના અત્યારસુધી 100 જવાન કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. . સૌથી વધારે સંક્રમિતો ધરાવતા મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 19 હજારને પાર પહોંચ્યો છે. તો બીજા નંબરે ગુજરાતમાં 7,403 લોકો સંક્રમિત થયા છે.
- કર્ણાટક સરકારે 17 મે સુધી રેસ્તરાં, પબ અને બારને દારૂ વેચવા માટે મંજૂરી આપી છે. જોકે અહીં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી નથી. ગ્રાહક ખરીદીને લઇ જઇ શકે છે.
- મહારાષ્ટ્ર પોલીસે કહ્યું છે કે રાજ્યમાં 714 પોલીસકર્મી કોરોના સંક્રમિત છે. તેમાથી 648નો ઇલાજ ચાલી રહ્યો છે. 61 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 5ના મોત થયા છે. રાજ્યમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાની 194 ઘટનાઓ થઇ છે. આ મામલાઓમાં 689 લોકોની ધરપકડ કરવામા આવી છે.
- નાસિક જિલ્લાના માલેગામના હોટસ્પોટ વિસ્તારમાં દોઢ મહિના સુધી સુરક્ષા ડ્યૂટી બાદ ઔરંગાબાદ પાછા ફરેલા ભારતીય રિઝર્વ બટાલિયનના 73 જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, જવાનોમાં કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા.
- જયપુરના રામગંજ કર્ફ્યૂ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટેસીંગ અને અવરજવરની દેખરેખ માટે ડ્રોન ઉડાવી રહેલા 2 પોલીસ મિત્ર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે.
- મહારાષ્ટ્ર પોલીસે કહ્યું કે, રાજ્યમાં 714 પોલીસકર્મી કોરોના સંક્રમિત છે. જેમાંથી 648ની સારવાર ચાલી રહી છે. 61 સાજા થઈ ચુક્યા છે, જ્યારે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાની 194 ઘટના બની હતી. આ કેસમાં 689 લોકોની ધરપકડ કરાઈ છે.
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે અન્ય રાજ્યોમાં ફસાયેલા પશ્વિમ બંગાળના શ્રમિક પણ તેમના રાજ્યમાં જવા માંગે છે, પણ રાજ્ય સરકાર અહીંયા શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મોકલવાની મંજૂરી આપી રહી નથી.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અમેરિકા-બ્રિટન જેવા વિકસિત દેશની જેમ એટલી ખરાબ થવાની શક્યતા નથી, પરંતુ સ્થિતિ બગડશે તો પણ તેની સામે લડવા માટેની પુરી તૈયારી છે. તેમણે કહ્યું કે, આપણા અહીંયા કોરોનાથી મૃત્યુ દર સતત 3.3 ટકા રહ્યો છે. રિકવરી રેટ વધીને 29.9 દિવસ થઈ ગયો છે. આ ઘણા સારા સંકેત છે. સંક્રમણના કેસ બમણા થવાની સ્થિતિ 11 દિવસ થયા છે.
- વંદે ભારત મિશન હેઠળ ખાડી દેશોમાંથી 650થી વધુ ભારતીયોને પરત લવાયા, તપાસ બાદ ક્વૉરન્ટીન કરાશે
- ગુજરાતના અમદાવાદમાં રમઝાનમાં લોકડાઉન તોડીને બહાર નીકળેલા લોકોએ શુક્રવારે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં શાહપુર પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન અર્ધસૈનિક બળના કાફલા પર પણ પથ્થરમારો કરાયો હતો. ભીડને કાબૂ કરવા માટે પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
- પંજાબ સરકારે રાજ્યની તમામ શાળામાં પરીક્ષા વગર જ પાંચમા અને 10માં ધોરણના વિદ્યાર્થીઓને બીજા ધોરણામાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.
સંક્રમિતોને હોસ્પિટલમાંથી રજા આપવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ સેન્ટરમાં એકદમ સામાન્ય અથવા શરૂઆતના કોરોના લક્ષણ વાળા દર્દીઓને તાવ રહેશે. જો તેને ત્રણ દિવસ સુધી તાવ નહીં આવે અથવા તો કોઈ લક્ષણ જોવા નહીં મળે તો તેને 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. ડિસચાર્જ પહેલા ટેસ્ટિંગની જરૂર પણ નહીં હોય. આવા વ્યક્તિને સલાહ આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસચાર્ડ થયાના 7 દિવસ સુધી ઘરે આઈસોલેશનમાં રહે અને ગાઈડલાઈનનું પાલન કરે. જો કે, ગંભીર રોગથી ઝઝૂમી રહેલા લોકો કોરોના દર્દી પર નિર્ણય ડોક્ટર તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેશે.
દિવસ | કેસ |
04 મે | 3656 |
06મે | 3602 |
07મે | 3344 |
08મે | 3344 |
05 મે | 2971 |
26 રાજ્ય,7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે.7 કેન્દ્ર શાસિત પ્રદેશ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ,આંદામાન-નિકોબાર,જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 19063 | 3470 | 731 |
ગુજરાત | 7403 | 1872 | 449 |
દિલ્હી | 6318 | 2020 | 68 |
તમિલનાડુ | 6009 | 1605 | 40 |
રાજસ્થાન | 3579 | 2011 | 103 |
મધ્યપ્રદેશ | 3341 | 1349 | 200 |
ઉત્તરપ્રદેશ | 3214 | 1387 | 66 |
પંજાબ | 1731 | 152 | 29 |
પશ્વિમ બંગાળ | 1678 | 323 | 160 |
તેલંગાણા | 1132 | 727 | 29 |
જમ્મુ-કાશ્મીર | 823 | 364 | 09 |
કર્ણાટક | 753 | 376 | 30 |
હરિયાણા | 647 | 279 | 08 |
બિહાર | 579 | 267 | 05 |
કેરળ | 504 | 484 | 04 |
ઓરિસ્સા | 270 | 63 | 02 |
ચંદીગઢ | 146 | 21 | 01 |
ઝારખંડ | 154 | 41 | 03 |
ત્રિપુરા | 118 | 02 | 00 |
ઉત્તરાખંડ | 63 | 45 | 01 |
છત્તીસગઢ | 59 | 38 | 00 |
આસામ | 60 | 35 | 02 |
હિમાચલ પ્રદેશ | 50 | 34 | 03 |
લદ્દાખ | 42 | 17 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
મેઘાલય | 12 | 10 | 01 |
પુડ્ડુચેરી | 15 | 08 | 00 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરાનગર હવેલી | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3341- રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 89 કેસ સામે આવ્યા હતા. કુલ મોતનો આંકડો 200 સુધી પહોંચ્યો છે. કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ પાછા આવી રહેલા ઉમારિયા અને શહડોલ જિલ્લાના 16 મજૂરોના માલગાડીમાં આવી જતા મોત થયા હતા.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3214- અહીંયા શુક્રવારે 143 નવા સંક્રમિત મળ્યા હતા, જેમાં 12 ગૌતમબુદ્ધના છે. રાજ્યમાં અત્યાર સુધી 1387 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1761ની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ19063- અહીંયા શુક્રવારે 1089 દર્દી વધ્યા હતા. 37 મોત સાથે મોતનો આંકડો 731 થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજ્યમાં સેના ઉતારવાના સમાચારોનું ખંડન કર્યું છે. આર્થર રોડ જેલમાં 77 કેદી અને 26 જેલ કર્મચારી પોઝિટિવ મળ્યા હતા. તેમણે જીટી હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા.
રાજસ્થાન, સંક્રમિતઃ3579- અહીંયા શુક્રવારે સંક્રમણના 152 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 34, ઉદયપુરમાં 59, ચિત્તોડગઢમાં 10, અજમેર, કોટા અને જોધપુરમાં 9-9 દર્દીઓ મળ્યા હતા. તો બીજી બાજુ એક સંક્રમિતનું મોત થયું હતું. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો 103 થઈ ગયો છે.
દિલ્હી, સંક્રમિતઃ6318- અહીંયા શુક્રવારે 338 નવા કેસ આવ્યા હતા. હિન્દુ રાવ હોસ્પિટલના વધુ 10 અને 5 સ્વાસ્થકર્મી સંક્રમિત મળ્યા હતા. આ ઉપરાંત મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સિપાહીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ બેરકમાં રહેનારા 12 અન્ય પોલીસકર્મીઓને પણ ક્વૉરન્ટીન કરાયા હતા.
બિહાર, સંક્રમિતઃ579- અહીંયા શુક્રવારે સંક્રમણના 29 નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 267 દર્દી સાજા થયા છે. તો બીજી બાજુ મજૂરોના પાછા આવવાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે 24 ટ્રેનથી 28 હજાર 467 પ્રવાસી આવ્યા હતા. 20 હજાર 629 પ્રવાસી પાછા આવી રહ્યા છે. રાજ્ય સરકારે દરરોજ 1000 પ્રવાસી મજૂરોને રેન્ડમ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
એઈમ્સના ડાયરેક્ટરને અમદાવાદ મોકલવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આદેશ પર દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સોનેજા વાયુસેનાના વિમાનથી ગુજરાત ગયા છે. તેઓ અમદાવાદની 2 હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં લાગેલા ડોક્ટરને સલાહ આપશે.
પેરામિલિટ્રીના 500થી વધુ જવાન સંક્રમિત
બીએસએફના 30 જવાન પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં 6 દિલ્હી અને 24 ત્રિપુરાના છે. બીએસએફમાં લગભગ 200 જવાન સંક્રમિત છે. ITBP, CRPF અને CISFના જવાન પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. તમામ પેરામિલિટ્રી ફોર્સમાં 500થી વધારે પોઝિટિવ કેસ આવી ચુક્યા છે.