કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં સતત 4 દિવસથી 700થી વધુ કેસ અને 15થી વધુના મોત, કુલ કેસનો આંકડો 37,636, જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો

Gujarat
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે.
  • જ્યારે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. 

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40,  ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11,  આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2,  બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

8થી 10 જુલાઇ સુધી હાઇકોર્ટ બંધ રહેશે
ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ બંધ રહેશે. જેમાં તારીખ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને કેમ્પસને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. આગામી 8 અને 9 જુલાઈના રોજ આવતી સુનાવણીઓ હવે આગામી 13 અને 14 તારીખ યોજવામાં આવશે.

4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ712(172)
5 જુલાઈ725(177)
6 જુલાઈ735(183)
7 જુલાઈ778(187)

કુલ 37,636 દર્દી,1,979ના મોત અને  26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ22,2621,49817,193
સુરત6,4581924083
વડોદરા2701511897
ગાંધીનગર75432559
ભાવનગર39413193
બનાસકાંઠા26414176
આણંદ25613216
અરવલ્લી23324190
રાજકોટ47012158
મહેસાણા34412164
પંચમહાલ22016158
બોટાદ105369
મહીસાગર1612118
પાટણ25417137
ખેડા22813144
સાબરકાંઠા2119131
જામનગર2895158
ભરૂચ32910163
કચ્છ2096110
દાહોદ85149
ગીર-સોમનાથ94151
છોટાઉદેપુર66250
વલસાડ250585
નર્મદા96088
દેવભૂમિ દ્વારકા28218
જૂનાગઢ198468
નવસારી166282
પોરબંદર21215
સુરેન્દ્રનગર2118118
મોરબી48119
તાપી2808
ડાંગ404
અમરેલી111848
અન્ય રાજ્ય88124
કુલ37,6361,97926,744

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *