અમેરિકાએ કહ્યું- જે નવા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ કોર્સ ઓનલાઈન થઈ ગયો છે, તેઓને દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં

Uncategorized
  • અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગે આ નવો આદેશ બહાર પાડ્યો છે
  • આ આદેશ એ વિદ્યાર્થીઓ માટે છે જેઓએ હાલમાં જ એડમિશન લીધું છે

વોશિંગ્ટન. અમેરિકાની સરકાર એ નવા વિદેશી વિદ્યાર્થીઓને હાલ દેશમાં આવવાની મંજૂરી નહીં આપે, જેઓએ હાલમાં જ કોઈ અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને જેઓના બધા ક્લાસ ઓનલાઈન થયા છે. આ નવો આદેશ ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગ(ICE)એ બહાર પાડ્યો છે.

આદેશમાં શું છે?
શુક્રવાર રાતે ICE બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને 9 માર્ચ 2020 પછી એડમિશન લીધું છે, તેઓ આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે. તે નોન ઈમિગ્રેન્ટ વિદ્યાર્થી છે, જેઓનો સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું ફોર્મ આઈ-20 બહાર પાડવું પડશે. તેના દ્વારા નોન-ઈમિગ્રેન્ટ વિદ્યાર્થીોની યોગ્યતાની સ્થિતિ ચેક કરાશે.

માર્ગદર્શન પહેલા જ બહાર પડાયું હતું
સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ મુજબ 9 માર્ચના રોજ માર્ગદર્શન બહાર પડાયું હતું. ICEને કહેવામાં આવ્યું છે કે તેઓ બધા વિદેશી વિદ્યાર્થીઓ પાસે તેનું પાલન કરાવે. જેમાં કહેવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન આપે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ આ આદેશ ઓનલાઈન ક્લાસિસને પ્રોત્સાહન આપવા માટે બહાર પડાયો છે. તેમા કહેવાયું છે કે કોરોના વાઈરસની મહામારીના કારણે આ આદેશ બહાર પડાયો છે.

પહેલા વિવાદ થયો હતો
બે સપ્તાહ પહેલા ICEએ આવોજ એક આદેશ બહાર પાડ્યો હતો. તેમા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં આવતા રોકવાની સાથે તે વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે કહેવાયું હતું જેઓના ક્લાસ ઓનલાઈન છે. વિદ્યાર્થીઓ સાથે અમેરિકાની શૈક્ષણિક સંથાએ પણ તેના ઉપર સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં તેમાં ફેરફાર કરાયો હતો.

બેવડું વલણ
વિદેશી વિદ્યાર્થીઓને લઈને અમેરિકાનું આ વલણ ચોકાવનારું છે. વાસ્તવમાં તંત્ર ઈચ્છતું હતું કે મહામારી છતા હવે સ્કૂલો ખોલવામાં આવે. 50માંથી 18 રાજ્યો અને 200 યુનિવર્સિટીએ તેનો વિરોધ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *