- ચઢ્ઢાએ કહ્યું- દિલ્હીમાં NRC મુદ્દો જ નથી, અહીં વીજળી, રસ્તા અને પાણી જેવા મુદ્દે ચૂંટણી થઈ રહી છે.
- ‘જે લોકો કહેતા હતા કે મોદીની સામે કોણ છે? તેઓ આજે પૂછે છે કે, કેજરીવાલ સામે કોણ છે?’
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર નગર સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. આપેલા ઈન્ટરવ્યૂમાં રાઘવે કહ્યું છે કે, અમે જનતાના પૈસા, જનતા ઉપર જ ખર્ચ કરીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રીની જેમ રૂ. 500 કરોડનું વિમાન નથી ખરીદતા. એક સામાન્ય સભામાં તેમણે કહ્યું હતું કે, જો દિલ્હીમાં અન્ય કોઈ સરકાર આવશે તો તેમણે દર મહિને રૂ. 8,000 વધારે ખર્ચ કરવા પડશે. રાઘવ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પણ છે. અહીં તેમની સાથેની વાતચીતના અમુક અંશો…
સવાલ: લોકસભા ચૂંટણીમાં તમારે હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે તૈયારીઓ કેવી છે?
જવાબ: લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઘણો ફેર હોય છે. મુદ્દા પણ અલગ હોય છે. જે લોકો કહેતા હતા કે લોકસભામાં મોદીની સામે કોણ? આજે એ લોકો જ પૂછે છે કે- કેજરીવાલની સામે કોણ? મને લાગે છે કે, મતદાતાઓ કેજરીવાલના પક્ષમાં છે. આમ આદમી પાર્ટી દરેક 70 સીટો જીતવા માટે સક્ષમ છે.
સવાલ: ભાજપ ગેરકાયદે કોલોનીઓમાં લોકોને માલિકિ હક આપવાનો કાયદો લાવી, તમે આ મુદ્દાને કેવી રીતે જોવો છો?
જવાબ: ભાજપ છ વર્ષ પછી જાગી, કારણકે દિલ્હીમાં ચૂંટણી આવી ગઈ. 6 વર્ષ સુધી તેમને કાચી કોલોનીઓ વિશે વિચાર ન આવ્યો. પરંતુ મારો દાવો છે કે, જો કોઈ નેતા કાચી કોલોનીઓને પાક્કી કરી શકે તેમ છે તો તે અરવિંદ કેજરીવાલ છે.
સવાલ: ‘AAP’ પર આરોપ છે કે તેમણે ચૂંટણી જીતવા 6 મહિના પહેલાં ઘણી ફ્રી સ્કીમની શરૂઆઈ કરી?
જવાબ: અમે જનતાના ફાયદા માટે પાંચ વર્ષથી કામ કરી રહ્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રીએ જેમ રૂ. 500 કરોડનું વિમાન ખરીદ્યું એવું અમે અમારા નથી કરતા. અમે જનતાના પૈસા જનતા ઉપર જ ખર્ચ કરીએ છીએ. આ ખરેખર જનકલ્યાણની ચૂંટણી છે.
સવાલ: શું NRC મુદ્દાની દિલ્હી ચૂંટણી પર અસર થશે?
જવાબ: આ ચૂંટણી વીજળી, પાણી, રસ્તા, સીવર, શિક્ષણ અને સ્વાસ્થયના મુદ્દે થઈ રહી છે.
રાઘવ ચઢ્ઢા: CAથી રાજકારણ સુધી
31 વર્ષના રાઘવે દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડ્મિશન લીધું. અહીંથી તેમણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કર્યું. 2012માં થોડા સમયમાં દેશ પરત આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈ. અહીંથી તેમની રાજકીય સફ શરૂ થઈ છે. રાઘવનું સપનું ભારતીય સેનામાં સામેલ થવાનું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં રાઘવ દક્ષિણ દિલ્હીથી આપના ઉમેદવાર હતા. તેમની સામે ભાજપના રમેશ બિઘૂડી અને કોંગ્રેસના બોક્સર વિજેન્દ્ર સિંહ મેદાનમાં હતા. બિધૂડીથી સીટ જીત્યા. રાઘવ બીજા ક્રમે રહ્યા. તેઓ આપના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.