- ફ્લાઈટમાં કુલ 190 લોકો હતા. તેમા 174 મુસાફરો, 10 બાળકો, 4 કેબિન ક્રૂ અને 2 પાયલટ હતા
કોઝિકોડ. કેરળના કોઝિકોડમાં શુક્રવારે એર ઇન્ડિયાનું પ્લેન રન વે પર લેન્ડ કરતી વખતે ફસડાઇને ક્રેશ થઇ ગયું હતું. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેન લપસીને એક ખીણમાં પડ્યું અને તેના બે ટુકડાં થઇ ગયા હતા. કોઝિકોડ એરપોર્ટ એક ટેબલટોપ એરપોર્ટ છે જે પહાડ પર સ્થિત છે. અહીં આ ભયાનક દુર્ઘટનાની તસવીરો પ્રસ્તૂત છે.
10 પોઈન્ટથી સમજો દુર્ધટનાને
1. ફ્લાઈટ AXB 1344 દુબઈ એરપોર્ટથી કેરળના કોઝિકોડ એરપોર્ટ પર આવી રહી હતી.
2. ફ્લાઈટમાં કુલ 190 લોકો હતા. તેમા 174 મુસાફરો, 10 બાળકો, 4 કેબિન ક્રૂ અને 2 પાયલટ હતા.
3. કોઝિકોડ એરપોર્ટના રનવે નંબર 10 ઉપર ભારે વરસાદ વચ્ચે પ્લેન લેન્ડ થયું હતું.
4.બોઈંગ 737 વિમાન વરસાદના કારણે રનવે ઉપરથી લપસી ગયું અને રનવેથી આગળ નિકળી ગયું.
5. દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. જેમા બે પાયલટનો સમાવેશ થાય છે.
6. દુર્ઘટનામાં 170 લોકોના જીવ બચાવાયા. ઘણા મુસાફરો ઘાયલ થયા.
7. ઘાયલ મુસાફરોને લોહીની જરૂર છે. નજીકના બ્લડ ડોનરને મદદ માટે આગળ આવવા કહેવાયું.
8. ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા, ડોક્ટરનું કહેવું છે કે ઘણા દર્દીઓની હાલત ગંભીર છે.
9. આ ફ્લાઈટ વંદે ભારત મિશન અંતર્ગત ભારત આવી રહ્યા હતા. એર ઈન્ડિાયએ કહ્યું કે આ રૂટના નેટવર્કમાં અવરોધ આવી શકે છે, પરંતુ મિશન ચાલું રહેશે.
10. ડીજીસીએે એ જણાવ્યું કે લેન્ડિંગ સમેયે વિઝિબિલિટી 2000 મીટર હતી. તપાસના આદેશ અપાયા છે.