જસ્ટિસ ફોર આઇશા:આઈશાના મોત બાદ આરિફનું સ્ટેટસ ‘કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ યે ઈમ્પોર્ટન્ટ હૈ’

Ahmedabad Gujarat
  • આરિફે ટિકટોક વીડિયોમાં કહ્યું ‘તુમ રોઓગી, તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મૈં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા’
  • આરિફખાનની ધરપકડ બાદ થઈ રહેલા ખુલાસા, આઈશાને સતત માનસિક ત્રાસ આપતો હતો

દહેજ ભૂખ્યા પતિના ત્રાસને કારણે આપઘાત કરતા પહેલા આઈશાએ પોતાનો છેલ્લો વીડિયો આરિફને મોકલ્યો ત્યારે માનવતા ભૂલીને આરિફે આઈશાને બચાવવા માટે પ્રયાસ કરવાના બદલે પોતાની જાતને બચાવવા માટે ઝાલોરમાં પોતાના સંબંધીઓને આઈશાનો વીડિયો ફોરવર્ડ કરીને પોતાની નિર્દોષતા સાબિત કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. જેની સાથે લગ્નજીવનના બે વર્ષ કાઢયા તેના મોત બાદ અફસોસ કરવાના બદલે આરિફખાને મોતનો મલાજો જાળવવાના બદલે પોતાની જાતને મહાન બતાવતો હોય તેમ પોતાના વોટસઅપ સ્ટેટસ પર આઈશાના મોત પર મજાક કરતી વાત મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ ‘કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ કૌન અબ ભી સાથ હૈ યે ઈમ્પોર્ટન્ટ હૈ.’

આઈશાનો પતિ આરિફખાન
આઈશાનો પતિ આરિફખાન

આરિફ અને આઈશા વચ્ચે 72 મિનિટ સુધી ફોન પર વાત ચાલી હતી
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરિફખાનને આ વીડિયો મળ્યા બાદ તેણે વીડિયો જોયો પરંતુ તેના મનમાં એકવાર પણ વિચાર ન આવ્યો કે તે આ વીડિયો આઈશાના માતાપિતા કે સબંધીને મોકલી આઈશાને બચાવવા માટે પ્રયાસ કરે ઊલટાનું તેણે આ વીડિયો પોતે નિર્દોષ છે તેવુ સાબિત કરવા માટે ઝાલોરમાં રહેતા આઈશાના સગાસબંધીઓને મોકલી આપ્યો હતો. આ વીડિયો ફરતો ફરતો આઈશાના માતાપિતા સુધી પહોચ્યો ત્યાં સુધી બહુ વાર થઈ ગઈ હતી. કઠોર હ્રદયનો માનવી પણ મરતા વ્યકિતને બચાવવા બનતા પ્રયાસ કરતો હોય છે જો કે અત્યંત ઘૃણાસ્પદ આ બનાવમાં આરિફખાને એવું પણ કર્યુ ન હતું. આરિફખાન અને આઈશા વચ્ચે 72 મિનિટ સુધી ફોન પર વાતચીત ચાલી હતી જેમાં આઈશા વારંવાર આરિફને પોતાના ઘરે લઈ જવા માટે મનાવતી રહી હતી. જો કે આરિફ પોલીસ કેસ કર્યાની વાતને પકડી રાખી તેને કયારેય સ્વીકારવા તૈયાર નથી તેમ કહેતો રહ્યો હતો.

ફરિયાદી પક્ષના વકિલ અને આઈશાના પિતા
ફરિયાદી પક્ષના વકિલ અને આઈશાના પિતા

આઇશા પ્રત્યે નફરત વ્યક્ત કરતો હતો
લગ્ન પછી આરિફખાનના ટિકટોકમાં તે આઈશા પ્રત્યેની નફરત વ્યકત કરતો હોય તેવંુ બોલે છે. આરિફ ટિકટોક પર વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘તુમ્હારી કસમ ખાકે કહેતા હું. યે ચહેરા અબ જિંદગી મેં કભી નહિ દેખોગી. ઔર દેખના, એક ના એક દિન ઐસા આયેગા, જબ તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી. પર તુમ ખુશ નહિ હોગી. ઔર તુમ રોઓગી. તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મેં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા.’

આઈશાના પતિને બુધવારે એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો
આઈશાના પતિને બુધવારે એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો

આરિફ તપાસમાં સહકાર આપતો નથી: પોલીસ
આઈશાના પતિને બુધવારે એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી રજૂઆત કરી હતી કે આઈશાએ આત્મહત્યા કરતાં પહેલાં બનાવેલો વીડિયો કોઈને વાઇરલ કર્યો છે કે નહિ? એની તપાસ કરવાની બાકી છે. આરિફે આઈશાને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે કે નહિ? વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે નહિ? એ તપાસ બાકી છે. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. આઈશાને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી છે, તેમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયું છે કે નહિ? એ બાબતે વિગતવાર તપાસ કરવાની બાકી છે. તમામ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે. અંતે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *