#આત્મનિર્ભરરહેવાદો હેશટેગ સાથે ક્લાસિસ ખોલવાની મંજૂરી આપવાની માંગને લઈને ક્લાસિસ સંચાલકોની ડિજિટલ સ્વરૂપમાં રજૂઆત

Ahmedabad Gujarat
  • 10000થી વધુ લોકોએ સરકારને ઈમેલ કરીને પણ વિનંતી કરી
  • ” ‘ક્લાસીસ ચાલુ કરાવો – બેરોજગારી ભગાડો’ ગુજરાતના 20,000 થી વધારે ક્લાસીસ અને માત્ર ક્લાસીસ ઉપર નભતા 1,00,000 થી વધારે શિક્ષકો અત્યારે બેરોજગાર છે#આત્મનિર્ભરરહેવાદો “

અમદાવાદ: ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન દ્વારા જાગરુક અને જવાબદાર સંગઠન તરીકે સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે કે, “અમે લોકો આત્મનિર્ભર છીએ તથા સરકારશ્રીની કોઈપણ મદદ વગર અમે લોકો અંદાજે ૧૦૦૦૦ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવીએ છીએ જેથી આ મહામારીમાં આર્થિક રીતે ખુબ જ મોટો ફટકો પડેલો છે. “

લોકડાઉન-૫(અનલોક-૧) માં માનનીય વડાપ્રધાનશ્રી દ્રારા આર્થિક ગતિવિધિઓને શરુ કરવા માટે “જાન ભી ઓર જહાન ભી” સૂત્ર અંતર્ગત તમામ ક્ષેત્રે ઉદ્યોગો અને વ્યવસાયોને શરુ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગુજરાત સરકારશ્રી દ્રારા એનો કાર્યશીલ રીતે અમલ થઇ રહ્યો છે ત્યારે ઘણાં નાના-મોટા આશરે ૧૦૦૦ થી પણ વધારે કોચિંગ કલાસીસને સરકારશ્રી દ્રારા યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી યોગ્ય ગાઈડલાઈન્સ મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી તમામ કોચિંગ કલાસીસ વતી કરવામાં આવી છે.

સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ક્લાસિસ ચાલુ કરવાની મંજુરી આપવી જોઈએ જેથી વિદેશી રોકાણકારો દ્વારા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન સંસ્થાઓ ભારતના શિક્ષણ જગતમાં પગપેશારો કરીને મોદી સાહેબના વોકલ ફોર લોકલ (આત્મનિર્ભર ભારત)ના ઉદ્દેશને હાનીના પહોચાડે.

ઉપરાંત લોકડાઉનના પ્રથમ દિવસથી જ સરકારશ્રીના આદેશનો ચુસ્તપણે પાલન કરતા,છેલ્લા ૨ માસ કરતા વધુ સમયથી તમામ કોચિંગ સંસ્થાનો બંધ હોય,તેમની સાથે સંકળાયેલા આશરે ૧૦,૦૦૦ થી વધુ શિક્ષકો અને સંચાલકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે ત્યારે સરકારશ્રી દ્રારા જાહેર થયેલા રાહત પેકેજમાં કોચિંગ સંસ્થાઓને યોગ્ય સ્થાન આપી આર્થિક સહાય આપવા તથા સંવેદનશીલ રીતે ઘટતું કરવા નમ્ર અપીલ કરી હતી તેમજ હાલના સમયને ધ્યાને રાખીને સંસ્થાના વીજળી બીલ તથા વેરા બીલમાં પણ યોગ્ય રાહતની માંગણી કરી હતી.

આ એસોસિએશન અને તેની સાથે જોડાયેલા તમામ મેમ્બર્સ વતી સરકારશ્રીને બાંહેધરી આપવામાં આવી હતી કે,”અમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લેખિત માર્ગદર્શિકા મુજબ અમારા સંગઠન સાથે જોડાયેલ તમામ સંસ્થાઓ કાર્ય કરવા અને નીતિ-નિયમોનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે અને રહેશે,ઉપરાંત કોચિંગ ક્લાસમાં ફક્ત ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ જ એક ક્લાસમાં હોય છે જેથી કરીને સોસિયલ ડિસ્ટનીંગનું પાલન પણ સરળતાથી થઇ શકે છે.”

પ્રમુખ
વિજય મારુ
9824242003

મહામંત્રી
પ્રકાશ કરમચંદાની
9033077726

હેમાંગ રાવલ
સંયોજક
સોસિયલ મીડિયા
9899233038

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન – ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *