અમદાવાદ. સિમ્સમાં દાખલ કરાયેલાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડતાં તેમને વેન્ટિલેટર પર રખાયા છે.
વડોદરામાં કોરોનાનું નિદાન થયા બાદ ખાનગી હોસ્પિટલમાંથી તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલનાં આઇસોલેશન આઇસીયુમાં દાખલ કરાયા હતા.
જ્યાં તેમને ઓક્સિજન લેવલ ઓછું થયા બાદ બે દિવસથી વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીને પણ વેન્ટિલેટર પર રખાયાં છે.