કચ્છ જીલ્લાના આગેવાનો

ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનો, કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

Gujarat Gujarat Politics Politics

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક, પાર્થિવરાજ કઠવાડીયાની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનશ્રી જેઠવા દેવેન્દ્રસિંહ જુવાનસિંહ (પૂર્વ વિરોધપક્ષ નેતા જીલ્લા પંચાયત કચ્છ, માજી સરપંચ, ડાયરેક્ટરશ્રી અબડાસા ખરીદ-વેચાણ સંઘ) અને શ્રી જાડેજા રાણુભા શીવુભા (પૂર્વ મહામંત્રી કચ્છ જીલ્લા સરપંચ સંગઠન તથા રાજપૂત કરની સેના મીડિયા પ્રભારી ગુજરાત) તથા તેમના સાથે જોડાયેલ સામાજીક – રાજકીય આગેવાનોને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાનોને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

કચ્છ જીલ્લાના આગેવાનશ્રી શ્રી જેઠવા દેવેન્દ્રસિંહ જુવાનસિંહ જણાવ્યું હતું કે, હું અને મારા સાથીઓ ભાજપમાં કાર્યરત હતા પરંતુ હાલમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે અમો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યાં છીએ અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મજબૂત કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *