રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત 5 દિવસથી 800થી વધુ કેસ, કુલ 42,808 પોઝિટિવ કેસમાંથી 29,806 દર્દી ડિસ્ચાર્જ અને 2057ના મોત

Gujarat
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે
  • છેલ્લા 5 દિવસથી દરરોજ નવા કેસોની સંખ્યામાં 50થી 100નો વધારો થઈ રહ્યો છે
  • ગઈકાલે સૌથી વધુ સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46 કેસ નોંધાયા

અમદાવાદ. રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારાના કારણે દરરોજ નવા કેસોની સંખ્યામાં પણ 50થી 100નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસથી રોજ 800થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગઈકાલે તો કેસનો આંકડો 900ને પાર થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 42808 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2057 થયો છે અને કુલ 29806 દર્દીઓને અત્યારસુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. તો 608 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગઈકાલે રાજ્યમાં કયાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 287, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10,  મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આજે 10 મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 મૃત્યુ થયું છે.

4થી 12 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખકેસમોતડિસ્ચાર્જ
04 જુલાઈ71221473
05 જુલાઈ72518486
06 જુલાઈ73517423
07 જુલાઈ77817421
08 જુલાઈ78316569
09 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ 87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
કુલ આંકડો81221514865

4 દિવસથી રાજ્યમાં દરરોજ 800થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ712(172)
5 જુલાઈ725(177)
6 જુલાઈ735(183)
7 જુલાઈ778(187)
8 જુલાઈ783(156)
9 જુલાઈ861(162)
10 જુલાઈ875(165)
11 જુલાઈ 872 (178)
12 જુલાઈ879(172)
13 જુલાઈ902(164)

કુલ 42,808 દર્દી, 2,057ના મોત અને  29,806 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ23,259152218,047
સુરત8,1152194966
વડોદરા3126512240
ગાંધીનગર91035647
ભાવનગર64213227
બનાસકાંઠા34814224
આણંદ30713267
અરવલ્લી25124210
રાજકોટ68917184
મહેસાણા45114197
પંચમહાલ24916184
બોટાદ123381
મહીસાગર1772127
પાટણ28620191
ખેડા32814203
સાબરકાંઠા2578170
જામનગર3629196
ભરૂચ43811246
કચ્છ2527142
દાહોદ152256
ગીર-સોમનાથ132151
છોટાઉદેપુર82255
વલસાડ3515123
નર્મદા108094
દેવભૂમિ દ્વારકા29322
જૂનાગઢ3587172
નવસારી2702138
પોરબંદર28219
સુરેન્દ્રનગર3178150
મોરબી95438
તાપી43014
ડાંગ704
અમરેલી178885
અન્ય રાજ્ય88136
કુલ42,808205729,806

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *